સંસ્થા એક ટન શેરડીના રૂ.3400 લેખે ખેડુતોને એક જ હપ્તામાં ચુકવશે: બે દાયકા બાદ ફેક્ટરી દિવાળી બાદ ધમધમતી થશે
તાલાલા ખાંડ ફેક્ટરી દ્રારા શેરડીના અત્યાર સુધીના સૌથી વધું ભાવ પ્રથમ વખત ખેડૂતોને ચુકવાશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
તાલાલા વિસ્તારની જીવાદોરી સમાન તાલાલા ખાંડ ફેકટરી દિવાળી બાદ શરૂ થનાર હોય ખાંડ ફેક્ટરી માટે ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાની કામગીરી શરૂ થતાં તાલાલા પંથકમાં સર્વત્ર ખુશી પ્રસરી છે. તાલાલા ખાંડ ફેકટરી સંચાલક કંપનીના સુત્રોએ જણાવ્યા પ્રમાણે અત્યારે સંસ્થામાં શેરડી આપવા ઉત્સુક ખેડૂતો પાસેથી શેરડી નોંધણી શરૂૂ કરવામાં આવેલ…પ્રથમ અઠવાડિયામાં ખેડૂતો દ્વારા 150 હેક્ટર શેરડીની નોંધણી કરાવી છે.આ કામગીરી પુરજોશમાં ચાલું છે જેથી આગામી દિવસોમાં શેરડી નોંધ માં વધારો થશે.તાલાલા ખાંડ ફેક્ટરીમાં શેરડી આપનાર ખેડૂતોને સરકારે નક્કી કરેલ ટેકાના ભાવ પ્રમાણે ફેક્ટરી પહોંચતા ના પ્રતિ ટન રૂૂ.3400 લેખે ખેડુતોને એક જ હપ્તામાં ચુકવાશે.આ ભાવ પ્રથમ વખત ખેડૂતોને અત્યાર સુધીના સૌથી વધું મળશે.તાલાલા ખાંડ ફેક્ટરીને સિઝન દરમ્યાન પાંચથી સાડા પાંચ હજાર હેક્ટર વાવેતર નોંધ ની જરૂર છે. સંસ્થા દ્વારા ખેડૂતોને પરવડે તેવા પોષણક્ષમ ઉંચા ભાવ આપવાની સાથે શેરડી નોંધ ની શરૂૂઆત થતાં સંસ્થાને જરૂૂરીયાત પ્રમાણે શેરડીનો જથ્થો પ્રાપ્ત થવાના ઉજળા સંજોગો ઉભા થયા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.તાલાલા ખાંડ ફેક્ટરી શરૂૂ થતાં તાલાલા વિસ્તારના ધંધા રોજગારમાં નોંધપાત્ર વધારો થશે પરિણામે હજારો લોકોને રોજગારી મળશે જેનાથી તાલાલા તાલુકાની રોનક અને સમુદ્ધી માં વધારો થશે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી આ વિસ્તાર નાં વિકાસ તથા શેરડી પકવતા કિસાનો નું હિત અને સમુદ્ધી નાં મુખ્ય ધ્યેય સાથે શરૂૂ થઇ રહી હોય તાલાલા તથા આજુબાજુ તાલુકાના ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.