યુટ્યુબ ચેનલમાં બીભત્સ વિડીયોે ચલાવતાં, મહિલા તબીબે ચેનલનાં ડિરેકટર, તોડબાજ, 1 મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
નાઘેર પંથકમાં ભારે ચકચાર જગાવનાર મહિલા તબીબનો એક ખાનગી વાહનમાં બિભત્સ હરકત કરતો વિડીયો યુ ટ્યુબ ચેનલમા ચલાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં ખળભળાટ મચી ગયો હતો આ બાબતે નામાંકિત મહિલા તબીબ એ પોલીસ માં એક મહિલા સહિત યુ ટ્યુબ ચલાવતાં ચેનલ ડીરેકટર અને તોડ બાજ સખ્સ સામે ગુન્હો નોંધાવ્યો હતો અને 21 નવેમ્બર બાદ યુ ટ્યુબ ચેનલનાં ડીરેકટર તેમજ તેનાં કહેવાતાં તોડ બાજ શખ્સ અને મહિલા નાસી છુટતા પોલીસ તેની શોધખોળ કરતી હતી.
- Advertisement -
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી દ્રારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે ગુન્હા આચરી નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા ઊના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણાને આદેશ કરતાં મહિલા તબીબને ડરાવી ધમકાવીને પૈસાનો તોડ કરવાં ગયેલાં તોડબાજ શખ્સની શોધખોળ કરતાં ઊના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુન્હો રજીસ્ટર થયેલ જે ગુ.ર.નં- 11186008241848/2024 બી.એન.એસ.કલમ-119 (1), 351(2), 77,54, તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ-2000ની કલમ- 66 (ઇ), 67 (એ), મુજબનાં ગુન્હાના સંડોવાયેલા યુ ટ્યુબ ચેનલનાં ડીરેકટર મનીષભાઇ અરસીભાઇ ડાકી, ઉ.વ.34 -તોડબાજ રહે. જુનાગઢ સરદારપરા, જોષીપરા, જલધરા, એપાર્ટમેન્ટ જી.જુનાગઢ વાળાને એલ. સી. બી. ના સ્ટાફ દ્રારા રાઉન્ડપ કરી ઉના પોલીસને સોંપ્યો હતો. ઝડપાયેલ યુ ટ્યુબ ચેનલ નાં ડિરેક્ટર અને તોડ બાજ શખ્સ વિરૂૂધ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરી કાયદેસરની અટક કરી હતી અને ઊના કોર્ટ સમક્ષ ઊના પી આઈ મહેન્દ્રસિંહ રાણાએ રીમાન્ડની માગણી સાથે રજૂ કરતાં 4 દિવસ ના રીમાન્ડ માટે તપાસ અર્થે પોલીસ કસ્ટડીમાં સોંપેલ છે.