વીજ તંત્રને અનેક ફરિયાદો પણ સમસ્યા ઠેરની ઠેર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
કેશોદ રોડ પર ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ નજીકકેબલમાં બ્લાસ્ટથયા બાદ પીજીવીસીએલ દ્વારા વાયર બદલવામાં આવ્યો ન હતો ફકત સાંધામેળ કરી ગાડુ ગબડાવાતુ હતુ પરિણામે છેલ્લા દોઢેક માસથીપૂરતો પાવર ન મળતા વીજ વધ-ઘટથવાથી શાળાના કોમ્પ્યુટર, પ્રોજેકટ સહિતના ઉપરકરણોને નુકશાન થયુ હતુ. એસીની સુવિધા હોવા છતા કયારેક પંખા ચાલે તેટલો પાવર પણ મળતો ન હતો. આ સમસ્યાને લઇ સંચાલકો દ્વારા વીજ તંત્રને અનેક વખત રજૂઆતો કરી હોવા છતા આજ દિન સુધી ઘ્યાને લેવામાં આવી ન હતી. રોજબરોજના વીજ ધાંધિયાથી અભ્યાસમાં પડી રહેલા વિક્ષેપથી આખરે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની ધીરજ ખૂટી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી, શિક્ષકો અને ધો.8થી 1રના છાત્રો પીજીવીસીએલ કચેરીએ ધસી જતા ત્યાં મુખ્ય જવાબદાર અધિકારી હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ પીજીવીસીએલ હાય..હાય..ના સુત્રોચ્ચાર કરી ઉગ્ર દેખાવ કર્યા હતા. આ આક્રમક રજૂઆતોને પગલે વીજ કચેરીએ તાત્કાલીક ફોલ્ટ રીપેર કરી પાવર ચાલુ કરી આપ્યો હતો.