મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ હટાવવા પહોંચી હતી: ટિયરગેસના શેલ છોડ્યા, પોલીસકર્મી ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીમાં રામલીલા મેદાન પાસે મસ્જિદ અને કબ્રસ્તાનને અડીને આવેલી જમીન પરથી 6 જાન્યુઆરીની મોડી રાત્રે લગભગ 1 વાગ્યે અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના આદેશ પર ખઈઉએ 17 બુલડોઝર વડે અહીં બનેલા ઘર, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા. તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે ભીડે કર્મચારીઓ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડ બેરિકેડિંગ તોડીને કાર્યવાહી રોકવા પહોંચી હતી, પરંતુ પોલીસે ટીયર ગેસના ગોળા છોડીને તેમને વિખેરી નાખ્યા હતા. સેન્ટ્રલ રેન્જના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ મધુર વર્માએ જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારને 9 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનની જવાબદારી અઉઈઙ સ્તરના અધિકારીને સોંપવામાં આવી છે. સંવેદનશીલ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વીડિયો દ્વારા પથ્થરબાજોની ઓળખ કરવામાં આવશે. જ્યારે ડીસીપી નિધિન વલસને જણાવ્યું કે ખઈઉએ દિલ્હી હાઈકોર્ટના આદેશ પર કાર્યવાહી કરી છે, જે હજુ પણ ચાલુ છે. ભીડના પથ્થરમારામાં 4-5 અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ છે.
નોંધનીય છે કે, ફૈઝ-એ-ઇલાહી મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ દિલ્હી ખઈઉના 22 ડિસેમ્બર 2025ના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદની બહારની 0.195 એકર જમીન પર બનેલા બાંધકામો ગેરકાયદેસર છે. તેમને હટાવવામાં આવશે. મસ્જિદ સમિતિનું કહેવું છે કે આ જમીન વક્ફ સંપત્તિ છે. તે આ માટે વક્ફ બોર્ડને લીઝ ભાડું ચૂકવે છે. અમને અતિક્રમણ હટાવવા સામે કોઈ વાંધો નથી. લગ્ન ઘર અને ક્લિનિકનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય વાંધો કબ્રસ્તાનને લઈને છે.



