આજે દેશભરમાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં અરવલ્લીના મોડાસામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ રહી છે.
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો કર્યો છે.
- Advertisement -
તા 01-01-2022ની અસરથી આપવાનો હિતકારી નિર્ણય ગુજરાતનાં મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આજે મોડાસામાં જાહેરાત કરી છે.
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા 01-01-2022ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
Live: 76મા સ્વાતંત્ર્ય પર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. #સ્વતંત્રતાદિવસ https://t.co/1EERUo1xiX
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2022
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીના મોડાસામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જ્યાં તેઓ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. સાથે અહીંયા હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ.
CMએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં 4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા છે. ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં 16 ગણો વધારો કરાયો છે. આજે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાયો. ગુજરાત દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની ગતિ વધી,છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ થયું, ગુજરાત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બની રહ્યું છે.’
નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ
CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘આપણા માટે ગૌરવની વાત છે કે દેશની આઝાદીનું બીડું ગુજરાતનાં સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીએ ઝડપ્યુ હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ. સરદાર સાહેબે ભારતને એક કર્યુ, સરકારે દરેક વર્ગના લોકોની ચિંતા કરી છે, આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ વધ્યું છે.’