શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમગ્રદેશ માં અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે ત્યારે ગોંડલ ની ખાદી માટે દેશ અને દુનિયામાં પ્રખ્યાત એવી ઉદ્યોગભરતી સંસ્થા દ્વારા ₹ 51000/- નો ચેક આર.એસ.એસ. ના સ્વયંસેવકોને આપી શ્રી રામ મંદિર નિર્માણ માં સંસ્થા વતી નિધિ સમર્પણ કર્યું આ ઉપરાંત સંસ્થાના વડા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ (બાબાલાલ) દ્વારા પોતાનું વ્યક્તિગત સમર્પણ ઓનલાઈન વ્યવસ્થા દ્વારા અલગથી કરવામાં આવ્યુ હતું


