શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે સમિતિમાં કૌભાંડો કર્યાનું સાબિત થયું

શર્વ ફાઉન્ડેશને MOU રદ્દ કરવાની અરજી શિક્ષણ સમિતિને સોંપી, ઈન્ચાર્જ ચેરમેનને પત્રનો સ્વીકાર કરવા અનુરોધ કરાયો

‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલાં શર્વ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓની બાંહેધરી
અમે શર્વ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ, અમારી સંસ્થાએ મોકાજી સર્કલ નાના મૌવા રોડ ખાતે આવેલ શાળા નં.93 નગર શિક્ષણ સમિતિ પાસેથી કરારેથી લીધી હતી. અમારો ઉદેશ્ય નેક હતો. અમારો ઉદેશ્ય ઇમાનદારીપૂર્વક શાળાનો વિકાસ કરવાનો હતો પરંતુ કમનસીબે કેટલાક વિવાદો સર્જાતા આ શાળા શિક્ષણ સમિતિને અમે પરત સોંપી રહ્યા છીએ. અને અમે આ અંગેનો પત્ર રાજકોટ મ્યુનિસિપલના શાસનાધિકારીને આજ રોજ સોંપી આપેલ છે. અમારી અને શિક્ષણ સમિતિ રાજકોટ કોર્પોરેશન સંસ્થામાંથી ખસી જવા મંજૂરી માંગીએ છીએ. અને આજ રોજ વિનંતી કરી છે આજ રોજ સવારે અને આ સાથે અમે બાંહેધરી આપીએ છીએ કે શાળાનું જે કોઇ બાકી કામ છે એ વચ્ચેના મધ્યસ્થી નીમિને પૂર્ણ કરી દેવા માટે પણ તૈયાર છીએ. આમ છતાં કોઇને તકલીફ પડી હોય તો એના માટે સૌને મિચ્છામી દુક્કડમ..

શર્વ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓએ શાળા નં. 93 સાથેનો MOU રદ્દ કર્યા અંગેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…