અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે દેશી દારૂની ફરિયાદો દિનપ્રતિદિન વધતી જાય છે. સાઠંબા પોલીસ સ્ટેશનના નજીકમાં દેશી દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે .સાઠંબા નગરના શિક્ષણ સંકુલ સાઠંબા હાઈસ્કૂલ સામે દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાની સાઠંબા નગરના એક અગ્રણીએ સાઠંબા પોલીસ સબ ઇન્સ્પેકટર એન સી ચૌહાણ સમક્ષ રજૂઆત કરતાં સાઠંબા પોલીસે તરત જ એક્શનમાં આવી સાઠંબા હાઈસ્કૂલ સામે આવેલા દેશી દારૂના અડ્ડા પર છાપો મારી આઠ લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સાઠંબા ટાઉન અ. હે. કો. મુકેશસિહ ભીખુંસિહ અને સ્ટાફના માણસોએ સાઠંબા હાઈસ્કૂલ સામે બળદેવભાઈ સોમાભાઈ વણજારાને ત્યાં તેના પોતાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રહેણાંક મકાનની પાછળના ભાગે પ્લાસ્ટીકના કેનમાં રાખેલો આઠ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૬૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર બળદેવ વણજારા અપેક્ષા મુજબ ફરાર હતો ફરાર આરોપી સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.