માણાવદર તાલુકાના બાંટવામાં આજે એક નવજાત શિશુનો ત્યજી દીધેલો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે અજાણી મહિલા સામે ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે બાંટવા પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગત મુજબ બાંટવામાં રાજપુત વાસ વિસ્તારમાં આવેલ એક મકાન ની પાછળ આજે સવારે એક તાજા જન્મેલા બાળકનો મૃતદેહ ત્યજી દીધેલી હાલતમાં પડ્યો હતો. ત્યાથી પસાર થયેલા એક વેપારીએ નવજાત શિશુના મૃતદેહ ને જોતા તેઓએ તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી. પોલીસે ધટના સ્થળે આવી શિશુના મૃતદેહનો કબ્જો લીધો હતો.કોઇ અજાણી મહિલા એ બાળકનો જન્મ છુપાવવા માટે નવજાત શિશુના મૃતદેહ ને ત્યજી દીધાની ફરિયાદ થતા બાંટવા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે

જીજ્ઞેશ પટેલ માણાવદર