આપઘાત માટે મજબુર કરનાર મોટા માત્રાનો વ્યાજખોર બહાદુર બોરીચા પ લાખનું ૧૦ ટકા લેખે ૪પ લાખ વ્યાજ લીધુ છતા વધુ રપ લાખ માંગી ત્રાસ આપી ધમકી આપતો’તો : વ્યાજખોર બહાદુરની શોધખોળ

વિંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રીએ વ્યાજખોરના ત્રાસની કંટાળી ગળાફાંસો પોલીસે આપઘાત માટે મજબૂર કરનાર વ્યાજખોર સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ વિંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રી સંઘાભાઇ નારણભાઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા વિંછીયાના પીએસઆઇ એન.એચ.જોષી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે વિંછીયા હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસને ઘટનાસ્થળેથી મૃતક સંઘાભાઇ કોળીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

આ સ્યુસાઇડ નોટમાં વ્યાજખોર મોટામાત્રા ગામના બહાદુરભાઇ આપાભાઇ બોરીચાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ઉલ્લેખ કરતા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી.