By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    7 hours ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    7 hours ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    8 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    8 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહુવા અને હાંસોટમાં અઢી ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી..પાણી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મહુવા અને હાંસોટમાં અઢી ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી..પાણી…
રાજકોટ

મહુવા અને હાંસોટમાં અઢી ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી..પાણી…

Khaskhabar Editor
Last updated: 2025/05/27 at 5:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

વલસાડમાં ભારે પવનના કારણે 17 કાચા-પાકા મકાનોને નુકસાન

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ

- Advertisement -

છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. આજે (27 મે) મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. તો ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ગિરનારનાં ભદ્ભુત દૃશ્યો સામે આવ્યાં છે. આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 60 મિમિ વરસાદ વરસ્યો છે. આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં અલગ-અલગ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં સોમવારે રાત્રે થયેલી મિનિ વાવાઝોડાની અસરને લઈને વલસાડ જિલ્લામાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખેશ ગામમાં વીજળી પડવાથી 4 ભેસ ઇજાગ્રસ્ત બની હતી. વલસાડ તાલુકાના 9, ધરમપુર તાલુકાના 2, પારડી તાલુકાના 4 અને ઉમરગામમાં 2 મળી વલસાડ જિલ્લામાં કુલ 17 પાકા મકાનોમાં અંશત: નુકશાની, જ્યારે 1 કાચા મકાનમાં અંતશ: નુકશાની જોવા મળી છે. વલસાડ ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા અનુસાર નુકશાની પામેલા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

મહુવા શહેરના ગાંધી બાગ, વાસી તળાવ, એસટી બસ્ટેન્ડ, કુબેર બાગ સ્ટેશન રોડ તેમજ સોસાયટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય પંથકમાં નીચા કોટડા, બગદાણા, સેદરડા, મોટા ખુટવડા, જેસર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
અમરેલીમાં ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. રાજુલા તાલુકાના ચૌત્રા ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના વઢેરા, મીતીયાળા, નાગેશ્રી, સરોવડા, ભટવદર, કંથારીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ જલારામ સ્કૂલ પાસે જાહેર માર્ગ પર વરસાદી માહોલમાં સવારે ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. પંચાયતની ટીમ દ્વારા તાત્કાલક માર્ગ વચ્ચે પડેલ વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી માર્ગ ખુલ્લો કરાયો હતો.
સુરત જિલ્લાના અનેક ગામડાંઓમાં ડાંગર પકવી ચૂકેલા ખેડૂતો સામે ફરી એકવાર કુદરતનો કહેર ઊભો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપી છે, જેના પગલે ડાંગરનો પાક લઈ બેઠેલા ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા પ્રસરી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, અગાઉની કમોસમી વરસાદી સિઝનમાં તેમના પાકને પહેલેથી મોટાપાયે નુકસાન થઈ ચૂક્યું છે. હાલમાં હવામાન વિભાગની આગાહીથી ગભરાયેલા અનેક ખેડૂતો પોતાના પાક બચાવવા માટે તાત્કાલિક ડાંગર મંડળીઓમાં જમા કરાવવા પહોંચી ગયા છે. પરંતુ ત્યાં પણ તેમને આરામ નહીં, પણ અસ્થિરતાથી ભરેલી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરાના આકાશમાં વાદળો ઘેરાયા
વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ પડે તે શક્યતા છે. લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા છે.
મંડળીઓ બહાર કલાકો સુધી લાંબી કતાર
સુરત તાલુકાની એક મુખ્ય ડાંગર ખરીદી મંડળી બહાર દૃશ્ય એવું હતું કે, લગભગ 1 કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની કતાર લાગી ગઈ હતી. દરેક ટ્રેક્ટર ખેતરમાંથી કાપીને લાવેલા ડાંગરથી લદાયેલા હતાં. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓ સવારે 6 વાગ્યાથી મંડળી બહાર ઉભા છે, પરંતુ હજુ સુધી તેઓએ અંદર જવા માટેની પરવાનગી મળી નથી. ખેડૂતોનું કહેવું છે કે, ગોડાઉનમાં જગ્યા જ નથી. અમે તાલપત્રી ઢાંકીને ડાંગર બચાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આ કેટલો સમય ચાલે? ડાંગર લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવા યોગ્ય પાક નથી.

આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી વરસેલો વરસાદ
તાલુકો વરસાદ
મહુવા 60 મિમિ
હાંસોટ 59 મિમિ
નેત્રંગ 44 મિમિ
ભરૂચ 43 મિમિ
માંગરોળ 42 મિમિ
ઓલપાડ 31 મિમિ
વાલિયા 28 મિમિ
કામરેજ 24 મિમિ
ધોલેરા 22 મિમિ
ઝઘડિયા 20 મિમિ
તળાજા 19 મિમિ
નાંદોદ 19 મિમિ
જાફરાબાદ 18 મિમિ
રાજુલા 18 મિમિ
ઉના 18 મિમિ
વાગરા 15 મિમિ

You Might Also Like

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ

રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ

TAGGED: rain, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા હાઈવે નજીક બોલેરો કારમાંથી બે ભેંસ અને બે પાડાને કતલખાને લઈ જતા બચાવ્યા
Next Article કેરળમાં ભારે વરસાદથી 4ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
સોમવાર સુધી સંસદ સ્થગિત
ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?