કોલ રેકોર્ડ, કોન્ટેસ્ટ, કેમેરા સહિતનાં ડેટાની ઉઠાંતરી કરે છે
આ વાયરસ એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે કોલ રેકોર્ડ, કોન્ટેકટ, હિસ્ટરી, અને કેમેરા જેવા સંવેદનશીલ ડેટાને હેક કરે છે.
- Advertisement -
ઈન્ડીયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા સીઈઆરટીઈનએ જણાવ્યું હતું કે વાયરસ એન્ટીઈનએ જણાવ્યું હતું કે વાયરસ એન્ટી વાયરસ પ્રોગ્રામ્સને બાયપાસ કરીને અને ટાર્ગેટેડ ડીવાઈસ ઉપર રેન્સમવેર ગોઠવવામાં પણ સક્ષમ છે. આ એજન્સી સાયબર હુમલાઓનો સામનો કરવા તથા ફીશીંગ અને હેકીંગ હુમલાઓ અને ઓનલાઈન હુમલાઓ સામે સાયબર સ્પેસનું રક્ષણ કરવાની કામગીરી કરે છે.
એજન્સીએ જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડ બોટનેટ થર્ડ પાર્ટી વેબસાઈટસ અથવા અવિશ્વસનીય અથવા અજાણ્યા સ્ત્રોતોમાંથી ડાઉનલોડ કરેલ એપ્લીકેશન દ્વારા વિતરીત થાય છે. એજન્સીએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે ડીવાઈસમાં આવી ગયા બાદ આ માલવેર ડિવાઈસનો સિકયોરીટી ચેકને બાયબસ કરવાનો પ્રયાસ કરે છે અને સફળ પ્રયાસ પછી તે સંવેદનશીલ ડેટાની ચોરી કરવાનો પ્રયાસ કરે છે.
આ વાયરસ હિસ્ટરી અને બુકમાર્ક વાંચવાની, બેકગ્રાઉન્ડ પ્રોસેસીંગ અટકાવવાની તથા કોલ લોગ વાચંવા જેવી પરવાનગીનો એકસેસ મેળવે છે ડેમ નામનો વાયરસ ફોન કોલ રેકોર્ડીંગ્સ, કોન્ટેકટસને હોક કરવા, કેમેરાનો એકસેસ મેળવવા, ડિવાઈસનાં પાસવર્ડમાં ફેરફાર કરવા, સ્ક્રીનશોટસ કેપ્ચર કરવા, એસએમએસની ચોરી કરવા, ફાઈલો-ડાઉનલોડ/અપલોડ કરવા જેવી ક્ષમતા ધરાવતા છે. તે આ તમામ ડેટા સી-2 (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ) સર્વર પર ટ્રાન્સમીટ કરવા માટે પણ સક્ષમ છે.
- Advertisement -
માલવેર અસરગ્રસ્ત ડિવાઈસની ફાઈલો કોડ કરવા માટે એઈએસ (એડવાન્સ્ડ એન્ક્રિપ્શન સ્ટાર્ન્ડડ) એન્ક્રિપ્શન અલ્ગોરીધમનો ઉપયોગ કરે છે. અન્ય ફાઈલો પછી સ્થાનિક સ્ટોરેજમાંથી ડીલીટ થાય છે અને ફ્કત ‘ઈએનસી’ અને ‘રેડમી નાઉ.ટીએકસટી’ રેન્સમ નોટ જ બાકી રહે છે.કેન્દ્રીય એજન્સીએ આવા વાયરસ અને માલવેરનાં હુમલાથી બચવા માટે ઘણા સુચનો કર્યા છે.લોકોએ અનટ્રસ્ટેડ વેબસાઈટ ખોલવી ન જોઈએ અથવા અનટ્રસ્ટ્રેડ લીન્ક પર કિલક ન કરવુ જોઈએ.
અજાણ્યા ઈમેલ અને એસએમએસમાં આપવામાં આવેલી કોઈપણ લીંક પર કિલક કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.આ ઉપરાંત અપડેટેડ એન્ટી વાયરસ અને એન્ટી સ્પાયવેર સોફટવેર ઈન્સ્ટોલ કરો. યુઝર્સે શંકાસ્પદ ફોનથી પણ સાવધ રહેવુ જોઈએ.