ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટમાં આર.ટી.ઓ. દ્વારા ફોર વ્હીલરની નવી સિરિઝ બહાર પાડવામાં આવી હતી. જેમાં વાહનોમાં નંબરના શોખીનોએ લાખોની કિંમતે પોતાના મનપસંદગીના નંબરો ખરીદ્યા હતા. રાજકોટવાસીઓએ લાખો રૂપિયાની બોલી લગાવી છે જેમાં ફોર વ્હીલરની નવી સિરિઝમાં સૌથી વધુ રકમની બોલી જીજે03એનપી 0009 નંબર માટે લાગી હતી જેની કિંમત 35,35000 છે. આમ ફોર વ્હીલરની નવી સિરિઝમાં રાજકોટ આર.ટી.ઓ.ને કરોડોની અધધ આવક થશે.
- Advertisement -
પુષ્પરાજસિંહ જાડેજાએ ફોર વ્હીલર નંબર માટે મેળવ્યો ‘સત્તો’
ફોર વ્હીલરમાં પસંદગીના નંબર મેળવનાર પુષ્પરાજસિંહ જાડેજાએ જીજે03એનપી 0007નો નંબર લીધો છે. આમ અનેક લોકોએ પોતાની ગાડીમાં અધધ કિંમત ચૂકવી પસંદગીના નંબર લીધા છે.