એક દિવસની રિકવરી રૂા.31.64 લાખ પહોંચી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 14-મિલક્તોને સીલ મારવામાં આવ્યું તથા 20-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી કરવામાં આવી છે. તથા 4-યુનિટની નોટીસ સામે રીકવરી પણ કરવામાં આવી છે. આજની એક દિવસની રિકવરી રૂા.31.64 લાખ થઇ છે.
જેમાં વોર્ડ નં-3: બેડીનાકા પાસે આવેલ 1-યુનિટ, રેલ નગર મે.રોડ પરનું 1-યુનિટ, વોર્ડ નં-7 : સોની બજારમાં મે.રોડ ’સમન્વય પેલેસ’ થર્ડ ફ્લોર શોપ નં-301, સવજીભાઈની શેરીમાં આવેલ ‘ધૂવિલ મેન્શન’.થર્ડ ફ્લોર શોપ નં-301 અને વોર્ડ નં-18 : ગોંડલ રોડ 3-યુનિટ, રામાણી કોમ્પ્લેક્ષ 7-યુનિટની મિલકતોને સીલ કરવામાં આવી હતી.
- Advertisement -
જયારે વોર્ડ નં.5માં સંત કબીર રોડ ન્યુ શક્તિ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.49,800, વોર્ડ ન.7માં સવજીભાઈની શેરીમાં આવેલ ‘ધૂવિલ મેન્શન’ફર્સ્ટ ફ્લોર શોપ નં-105 રૂ.73,000, સોની બજારમાં ‘ક્રિષ્ના ચેમ્બર્સ’ સેક્ધડ ફ્લોર શોપ નં-215 રૂ.1.07 લાખ, ધૂવિલ મેન્શન ફર્સ્ટ ફ્લોર શોપ નં-104 રૂ.56,000, ‘સુવર્ણ મંદીર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-3 4 રૂ.1.86 લાખ, વોર્ડ નં-13: ગોંડલ રોડ 1-યુનિટ રૂ.2.06 લાખ, રૂ.2.15 લાખ, રૂ.1.50 લાખ, વોર્ડ નં-18 : કોઠારીયા રિંગ રોડ 1-યુનિટ રૂ.51,230/-, ઢેબર રોડ 1-યુનિટના રૂ.64,720/-, 2-યુનિટ રૂ.1.22 લાખ, 4-યુનિટના રૂ.3.67 લાખ, ગોંડલ રોડ રામાણી કોમ્પ્લેક્ષ 7-યુનિટ રૂ.4.55 લાખ રકમની રિકવરી કરવામાં આવી હતી.