જીરુની અંદાજે 3500 થી 4000 ગુણીની આવક
રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીથી ખેડૂતો માલ વેચવા આવ્યા
- Advertisement -
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક થવા પામી હતી. અંદાજે 3500 થી 4000 ગુણી જીરૂની આવક થવા પામી હતી. હરાજીમાં ખેડૂતોને 20 કિલોગ્રામ જીરાના નીચા ભાવ રૂ.7700 થી અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રૂ.9076 સુધીના બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુનો રેકોર્ડ બ્રેક વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રનું નંબર વન માર્કેટમાં માલનો પુરતો ભાવ મળતો હોવાથી રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના જીલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરૂની સારી એવી આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રમાં જીરુંનું ઉત્પાદન ઓછું હોય જેને લઈને હરાજીમાં ખેડૂતોને સારા અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. આજ રોજ જીરુની હરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ રૂપિયા 9076 સુધીના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના માલનો પુરતો ભાવ મળતો હોય જેને લઈને ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદ કરતા હોય છે.