રણબીર કપૂરની ‘એનિમલ’ એક એવી ફિલ્મ જેને સેન્સર બોર્ડ તરફથી એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે એમ છતાં આ ફિલ્મ દેશ અને દુનિયામાં બમ્પર કમાણી કરી રહી છે.
રણબીર કપૂર અને બોબો દેઓલની ફિલ્મ ‘એનિમલ’ હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સંદીપ રેડ્ડી વાંગની સૌથી ધમાકેદાર ઓપનિંગ કરનાર આ ફિલ્મે જે કમાલ બતાવી છે તેના કારણે બૉલીવુડના ઇતિહાસમાં આ ફિલ્મનું નામ લખાઈ ગયું છે. એક એવી ફિલ્મ જેને સેન્સર બોર્ડ તરફથી એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે એમ છતાં આ ફિલ્મ દેશ અને દુનિયામાં બમ્પર કમાણી કરી રહી છે.
- Advertisement -
He is the Box Office #Animal🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/uzYd6NsTkc
— T-Series (@TSeries) December 6, 2023
- Advertisement -
એક તો ફિલ્મ એનિમલ કોઈ સ્પેશ્યલ હોલિડે વિના સામાન્ય વિકેન્ડ પર રીલીઝ થઈ હતી પણ ફિલ્મના ટ્રેલરે લોકોમાં ફિલ્મ જોવાનો ઉત્સાહ ખૂબ વધારી દીધો હતો. ફિલ્મે ઓપનિંગ ડે પર જ 63.8ની કમાણી કરી હતી. જે બાદથી ફિલ્મની કમાણી ઘટવાનું નામ જ નથી લઈ રહી. આ ફિલ્મ માટે શું સોમવાર કે શું મંગળવાર..આ ફિલ્મની કમાણીનો આંકડો જોઇને દરેક લોકો નવાઈ પામી રહ્યા છે.
સોમવારે અપડેટ આવી હતી કે ફિલ્મે 40 કરોડની કમાણી કરી છે જો કે એ બાદ દરેક લોકોને લાગી રહ્યું હતું કે મંગળવારે ફિલ્મની કમાણીના આંકડામાં ઘટાડો થશે પણ એવું થયું નથી. પાંચમા દિવસે એટલે કે મંગળવારે ફિલ્મે 34 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 283 કરોડનું કલેક્શન કર્યું છે અને ટી-સિરીઝ અનુસાર. પાંચમા દિવસે વર્લ્ડવાઈડ 481 કરોડની કમાણી કરી લીધી છે.
The Biggest Non – Holiday Tuesday! 🔥#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor… pic.twitter.com/3rPfzdYXEe
— T-Series (@TSeries) December 6, 2023
કમાણીના આંકડા જોઇને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ આજે ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો અને વર્લ્ડવાઈડ 500 કરોડનો આંકડો પાર કરશે.
‘એનિમલ’એ આ વર્ષની ટોચની બોલિવૂડ ફિલ્મો ‘પઠાણ’ અને ‘ગદર 2’ના રેકોર્ડ સરળતાથી તોડી નાખ્યા છે. તે જ સમયે કુલ કમાણીના મામલામાં તે હજુ પણ ‘જવાન’થી પાછળ છે. જો કમાણીની સ્થિતિ એવી જ રહી તો લાગે છે કે ‘એનિમલ’ ટૂંક સમયમાં બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ બનાવી શકે છે.