ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં આવેલ બાલક્રિષ્ના વિદ્યાપીઠના વિધાર્થીઓએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને શાળાકીય રમતોત્સવનું જીલ્લા કક્ષાનું આયોજન શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ બગસરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બાલક્રિષ્ના વિદ્યાપીઠના વિધાર્થીઓ ભાઇઓએ વોલીબોલ 14અને 17 ની અંદર ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધા દરમિયાન અંડર-14 ટીમે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમજ અંડર-17 માં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરવામા આવ્યો છે. બન્ને ટીમના ખેલાડીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં બાલકૃષ્ણ વિદ્યાપીઠનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે શાળાના પ્રમુખ જેબીભાઇ લાખણોત્રા, ટ્રસ્ટી સાદુળભાઇ લાખણોત્રા, સંચાલક જયેશભાઇ રામ તેમજ વોલીબોલ કોચ દાદુભાઇ સોલંકી સહિત સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવ્યાં હતાં.