બાળકોથી મોટેરાંઓએ રોશનીથી ઝગમગતા આકાશના નઝારાનો આનંદ માણ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઉજાસનો પર્વ એટલે દિવાળી. હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવતી હોય છે તેમાં પણ રાજકોટની વાત કરવામાં આવે તો તહેવાર કોઈ પણ હોય તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ છે. ખાસ કરી દિવાળીનો પર્વ જ્યારે સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સતત 40 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ રીતે આજે પણ ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને એક કલાક સુધી ભવ્ય આતશબાજી નિહાળી હતી. રાજકોટમાં દિવાળીનો ઉજાસ પથરાઇ ગયો છે અને દીપોત્સવી આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે. ત્યારે આજે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આતશબાજીમાં અનેક અવનવી વેરાયટીના ફટાકડાથી રેસકોર્સનું આકાશ કલરફુલ બની ગયું હતું. અત્યાર સુધી 45 મિનિટ સુધી ચાલતી આતશબાજી આજે 60 મિનિટ સુધી ચાલી હતી જેને રાજકોટવાસીઓએ નિહાળી હતી. નાના બાળકોથી લઇ મોટેરાઓએ આ આતશબાજીનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો.
આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી. આજે ધનતેરસના શુભ દિવસે આતશબાજીનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને મેયર નયનાબેન પેઢડીયા સહીત ધારાસભ્યો, નેતાઓ, આગેવાનો અધિકારીઓ આ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ આ આતશબાજી નિહાળવા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય લાઇટિંગ, સાઉન્ડ, લેશર શો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રેસકોર્સ રિંગરોડ ફરતે રાજકોટના લોકો દ્વારા અવનવી રંગોળીઓ પણ દોરવામાં આવશે. શનિવારે યોજાનાર રંગોળી સ્પર્ધા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કલાકારોને સમયસર આવી રંગોળી શરૂ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
આ બધા વચ્ચે લગભગ અંદાજે એક કરોડનો ખર્ચ તંત્ર દ્વારા દિવાળી કાર્નિવાલની ઉજવણીમાં કરવામાં આવ્યો છે.
કયા કયા ફટાકડાથી કરાઈ આતશબાજી
કોમેટ
માઇન્સ
એરીયલ શોટ
240 મલ્ટીકલર શોટ
120 મલ્ટીકલર શોટ
100 ક્રેકલીંગ શોટ
100 મ્યુઝીકલ શોટ
100 સાયરન શોટ
200 ફુટ નાયગ્રા ફોલ્સ
દિવાળી લાઇટીંગ બોર્ડ
પીકોક
થ્રી ઇન વન ખજુરી (ટ્રી)
સુર્યમુખી (ટ્રી)
પામ (ટ્રી)
ગોલ્ડન સ્ટાર (ટ્રી)
ઇલે. ખજુરી (ટ્રી)
અશોક ચક્ર (ટ્રી)
બીગ સ્પાર્કલ