રાજકોટમાં કુલ 10,021 ઘરનું સેલ્ફ ઈન્યુમરેશન પૂર્ણ: નાગરિકોને પોર્ટલ પર નોંધણી કરવા કલેક્ટરની અપીલ
ઈંધણ બચત તરફ મોટું કદમ: રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની મીટિંગો હવે ઓનલાઈન થશે
- Advertisement -
રાજકોટ જિલ્લામાં 46% પેટ્રોલ અને 33% ડીઝલનો રિઝર્વ સ્ટોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે આજે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એનર્જી બચત માટે કરકસરયુક્ત પગલાં લેવા માટે આદેશ અપાયો છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી દ્વારા તમામ ફીલ્ડ ઓફિસરને સુચના આપવામાં આવી છે. ઈંધણની બચત થાય તેના માટે પગલા લેવામાં આવ્યા છે. આજે કલેકટર કચેરી ખાતે રીટનિંગ ઓફિસરોની બેઠક છે તેમાં રૂબરૂ બોલાવવાને બદલે ડિજિટલી જોઈન કર્યા છે. આગામી સમયમાં પણ કલેકટર કચેરીના અલગ અલગ વિભાગો દ્વારા જે મિટિંગ યોજવામાં આવશે તે ઓનલાઇન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ સેન્સસ 2027 અંતર્ગત ચાલી રહેલી હાઉસ લેવલ સેલ્ફ ઈન્યુમરેશન (ગણતરી) ની કામગીરીમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં અમદાવાદ પછી બીજા ક્રમે રહ્યો છે. ગઈકાલ સાંજ સુધીમાં જિલ્લાના 10,021 (દસ હજાર એકવીસ) ઘરોનું સક્સેસફુલ ઈન્યુમરેશન કરવામાં આવ્યું છે. રાષ્ટ્ર નિર્માણની આ કામગીરીને લોકો સુધી પહોંચાડવા બદલ મીડિયાનો આભાર માનવામાં આવ્યો હતો. આ સાથે રાજકોટના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં પોર્ટલ પર જઈને પોતાનું સેલ્ફ ઈન્યુમરેશન પૂરું કરે.
આ સિવાય કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર હાઇવેના પ્રોજેક્ટને છેલ્લા 6 થી 8 મહિનામાં હાઇવેની કામગીરીમાં ખૂબ જ સારો વેગ આવ્યો છે. અગાઉ જ્યારે આ ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારે પ્રોજેક્ટનું કામ માત્ર 36 ટકા જ થયું હતું, પરંતુ છેલ્લા 8 થી 10 મહિનાના ટૂંકા ગાળામાં જ તેમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો કરીને કામગીરીને 70 ટકા સુધી પહોંચાડવામાં વહીવટી તંત્રને સફળતા મળી છે. હાલમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્યનો માર્ગ અને મકાન (છઇ) વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત રીતે હાઇવે એજન્સી સાથે સતત સંપર્કમાં રહીને કામનું મોનિટરિંગ કરી રહ્યા છે.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકોની સુવિધા પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં જ માર્ગ પર બાકી રહેલા અન્ય 2 થી 3 બ્રિજ (પુલ) વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવે. બ્રિજ શરૂ થવાથી વાહનચાલકોને ડાયવર્ઝનનો ઓછો સામનો કરવો પડશે અને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. ખાસ કરીને રાજકોટ શહેરની હદમાંથી નીકળતા 1-2 બ્રિજ હાઈ-રાઈઝ હોવાથી ત્યાં ટ્રાફિકનું દબાણ નહિવત રહેશે.
- Advertisement -
રાજકોટ-જેતપુર હાઇવેની કામગીરી 70 ટકા પૂર્ણ: ચોમાસા પહેલા વધુ 3 બ્રિજ શરૂ કરાશે
રાજકોટ-જેતપુર હાઇવેના પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પ્રોજેક્ટ ડિરેક્ટર (ઙઉ) સાથે બેઠક યોજીને હાઇવેની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે, જે મુજબ હાલ આ હાઇવે પ્રોજેક્ટનું કામ 70 ટકા જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 6 થી 8 મહિનામાં હાઇવેની કામગીરીમાં ખૂબ જ સારો વેગ આવ્યો છે. અગાઉ જ્યારે આ ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારે પ્રોજેક્ટનું કામ માત્ર 36 ટકા જ થયું હતું, પરંતુ છેલ્લા 8 થી 10 મહિનાના ટૂંકા ગાળામાં જ તેમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો કરીને કામગીરીને 70 ટકા સુધી પહોંચાડવામાં વહીવટી તંત્રને સફળતા મળી છે.
હાલમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય (ખજ્ઞછઝઇં), નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત રીતે હાઇવે એજન્સી સાથે સતત સંપર્કમાં રહીને કામનું મોનિટરિંગ કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
કલેક્ટર ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં પુરવઠો જળવાઈ રહે તે માટે પૂરતો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં 361 પેટ્રોલ પંપ છે. જેમાં ઈંઘઈકના 108, ઇઙઈકના 82, ઇંઙઈકના 86, ન્યારાના 59, સેલના 8 અને રિલાયન્સ ઉંઈંઘના 18 પંપ આવેલા છે. પેટ્રોલ માર્કેટિંગ કંપની સાથે વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે. હાલમાં રાજકોટ જિલ્લામાં પેટ્રોલનો જથ્થો 46 ટકા છે અને ડિઝલનો 33 ટકા સ્ટોક ઉપલબ્ધ છે. કોઈપણ પંપ ડ્રાય ન થાય અને લોકોને ડીઝલનો પુરવઠો મળી રહે માટે સૂચના આપવામાં આવી છે.
પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને તંત્ર સજ્જ: ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તમામ ફિલ્ડ ઓફિસરોને ચોમાસા સંબંધિત પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા અને કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ હાલ કાર્યરત છે અને તે ચોવીસેય કલાક રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. આ કંટ્રોલ રૂમમાં 1 જૂનથી અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ પણ જોડાશે. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલા અથવા જિલ્લા તંત્ર દ્વારા વસાવવામાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સાધનો, જેવા કે રેન ગેજથી લઈને રેસ્ક્યૂ બોટ સુધીના ઉપકરણોને અપડેટ કરીને સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં લાવવાના આદેશો અપાયા છે.



