ઓલ ઈન્ડિયામાં 26મો રેન્ક; બંને ગ્રુપમાંથી 14 ઉમેદવારો પાસ થયા
ખાસ-ખબર સંવાદદાતા
ઈઅ ફાઈનલનું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે શિવાની રાયચૂરા રાજકોટની ટોપર બની છે. જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 26મો છે. પિતાનું સ્વપન સાકાર કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની છુ અને હવે દેશની ઇકોનોમીને વધારવામાં મદદરૂપ થવા માંગુ છું.
રાજકોટની ટોપર અને પ્રથમ પ્રયાસે સી.એ. ફાઇનલની પરીક્ષા પાસ કરતી શિવાની રાયચૂરાએ જણાવ્યુ હતું કે, પહેલાં ઈઅમાં 8 પેપર હતા, હવે 6 પેપર છે. ઈઅનો પૂરો જ સિલેબસ પૂર્ણ કર્યો અને 4 વખત રીવિઝન કર્યુ. કયા વિષયને કેટલો સમય આપવો અને કઈ ફેકલ્ટી પાસેથી માર્ગદર્શન મેળવવું તેનુ પ્લાનિંગ કરી રાખ્યુ હતુ. આ સાથે જ 3 વર્ષની આર્ટિકલશિપ એટલે કે ઇન્ટર્નશિપ કરી. તેણે કહ્યું કે, મારા પિતા રવિનભાઈનું સ્વપ્ન હતું કે, મારી પુત્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને અને વધતી જતી ઇકોનોમી વચ્ચે દેશને મદદરૂપ બની શકે. પુત્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા માતા સુનિતાબેનની ખુશીનો પણ પાર ન્હોતો રહ્યો.
શિવાનીને 8 પેપરનાં 800માંથી 550 માર્કસ આવ્યા હતા અને તેને ઓલ ઈન્ડિયામાં 26મો રેન્ક મેળવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું કે, લોકોએ નાણાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવા? ટેકસ કઈ રીતે ભરવો? અને ટેકસ કઈ રીતે બચાવવો? તે અંગે જનરલ પબ્લિકને માર્ગદર્શન આપવા માંગુ છું, જેથી દેશની વધતી ઇકોનોમીમાં પણ મદદરૂપ બની શકું.
રાજકોટ ઈઅ બ્રાન્ચના સંજય લાખાણીએ જણાવ્યુ હતું કે, શિવાની રાયચુરા રાજકોટ ફર્સ્ટ રહી છે તો રાજ દામા 505 માર્કસ સાથે રાજકોટ સેન્ટરમાં બીજા ક્રમે, નિલય શાહ 494 માર્કસ સાથે ત્રીજા, મિહિર શાહ 479 માર્કસ સાથે ચોથા ક્રમે તો મોરબીની બંસી મીરાણીએ 471 માર્કસ સાથે પાંચમો ક્રમ મેળવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજકોટમાંથી ગૃપ – 1 અને 2 બંને થઈને 250 ઉમેદવારોએ ઈઅ ફાઈનલની પરીક્ષા આપી હતી. જેમાંથી બંને ગૃપમાં 14 ઉમેદવારો પાસ થયા છે. જયારે 236 ઉમેદવારો નાપાસ
થયા છે.
રાજકોટ સેન્ટરનું 5.6% પરિણામ: CA ફાઇનલમાં શિવાની રાયચૂરા રાજકોટ ટોપર



