વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારી ચૂક્યા છે ત્યારે તેમના ‘ગ્રાન્ડ વેલકમ’ માટે અલગ-અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે મોદીના આબેહુબ 7500 જેટલા ચિત્રો દોરીને 7500 બાળકોએ અનોકો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે જેની ઠેર-ઠેર નોંધ લેવામાં આવી છે.
સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ મેનેજમેન્ટ એસોસિએશન-રાજકોટ અને મહાપાલિકા દ્વારા આજે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે વહેલી સવારથી બાળકોના હસ્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્રો દોરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 7500 બાળકોએ ગણતરીના સમય હેઠળ જ આ ચિત્રો દોરી બતાવતાં તેમની મહેનતને તમામ જગ્યાએ નોંધ લેવામાં આવી હતી.
- Advertisement -
નિલેશ સોલંકીએ નરેન્દ્ર મોદીનું તૈલીચિત્ર બનાવ્યું: રોડ શો દરમિયાન ભેટ કરશે
આજે રાજકોટમાં વડાપ્રધાન પધારી રહ્યા હોવાથી લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્ષો જૂના અને ચિત્રકારી અને કલામાં ઓળખ ધરાવનાર સોલંકી પરિવારના નિલેશભાઈએ નરેન્દ્ર મોદીનું તૈલીચિત્ર બનાવ્યું છે. સતત 8 દિવસની આકરી મહેનત બાદ પોતાની કલા કાગળ પર કંડારી છે. નિલેશભાઈ આજે આ ચિત્ર મોદીને ભેટમાં આપશે
- Advertisement -
મોદી સાથેની તસવીર શેર કરતા તેજસ ભટ્ટી અને અરૂણ નિર્મળ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર તેજસભાઈ ભટ્ટી અને સહ ક્ધવીનર અરૂણ નિર્મળે નરેન્દ્ર મોદી સાથેની તસવીર શેર કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી તે સમયે રાજકોટમાં ચૂંટણી પ્રચાર કરવા આવતા તે વેળાની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં નરેન્દ્ર મોદી તેજસ ભટ્ટી અને અરૂણ નિર્મળને માર્ગદર્શન આપી રહ્યા છે.
મોદી સાથેના જુના સંસ્મરણો વાગોળતા ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી