વડાપ્રધાન મોદી ઉઝબેકિસ્તાનમાં 15-16 સપ્ટેમ્બરના શાંઘાઇ સહયોગ સંગઠન(SCO)ના વાર્ષિક શિખર સંમ્મેલન યોજાશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદી 14 સપ્ટેમ્બરના ઉઝબેકિસ્તાનના સંમરકંદ જશે. જ્યાં તેઓ બે દિવસ સુધી ચાલનાર SCO શિખર સંમ્મેલનમાં જશે, જેમાં સભ્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત થશે.
આ વખતે SCO શિખર સંમ્મેલન ઘણી ખાસ બની રહેશે, કારણકે રશિયા-યુક્રેનના યુદધ્ની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેમાં ભાગ લેશે. જેથા પૂરી દુનિયાની નજર આ બેઠક પર રહેશે.
- Advertisement -
આની સાથે જ SCOના શિખર સંમ્મેલન દરમ્યાન ભારતના અને પાકિસ્તાનના વડાપ્રધાન એક સાથે જોવા મળશે. આ દરમ્યાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફની વચ્ચે મુલાકાત થઇ શકે છે, જોકે વિદેશ મંત્રાયલય તરફથી આ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી.
તાઇવાન સાથે ખેંચતાણ વચ્ચે ચીન SCOના શિખર સંમ્મેલનમાં થશે સામેલ
તાઇવાન સાથેની ખેંચતાણના પગલે SCOના શિખર સંમ્મેલનમાં સભ્ય દેશોના રૂપમાં સમાવેશ થશે, જેના કારણે તાઇવાન, અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર ચીન તેમજ SCOના શિખર સંમ્મેલન પર રહેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાઇવાન સાથે ચાલી રહેલા વિવાદની વાત પણ કરી શકે છે. અમેરિકા સતત ચીનને ખેંચતાણ ઓછી કરવા કહી રહ્યું છે. જેથી તાઇવાનની સાથેના તણાવને લઇને શી જિનપિંગ દ્વારા કહેવામાં આવેલ દરેક વાત પર અમેરિકાની ખાસ નજર રહેશે.
- Advertisement -
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થશે સામેલ
રશિયા પણ શાંઘાઇ સહયેગ સંગઠન SCOનો સભ્ય દેશ છે. જે યુક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ SCO શિખર સંમ્મેલનમાં સામેલ થશે. આ દરમ્યાન તેઓ યુક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધના લિશે પોતાની વાત રાખી શકે છે.
ભારત સહિત આ દેશ છે SCO શાંઘાઇ સહયોગ સંગઠનના સભ્યો
ભારત, રૂસ, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, કિર્ગિસ્તાન, અને કઝાકિસ્તાન શાંઘાઇ સહયોગ સંગઠન SCOના સભ્ય દેશો છે. શાંઘાઇ સહયોગ સંગઠન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિતતા કરવા, ગરીબી ઓછી કરવા, અને ખાદ્ય સુરક્ષા માટે કામ કરે છે.