ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકીઓના જન્મથી લઈને તેમને આત્મનિર્ભર બનાવવા અને તેમના ઉત્થાન માટે દરેક તબક્કે અનેક યોજનાઓ કાર્યરત છે ત્યારે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ યોજના અંતર્ગત ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ હેઠળ કિશોરીઓમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય માર્ગદર્શન મળે એ હેતુસર નગરપાલિકા કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે પૂર્ણામેળો યોજાયો હતો. કિશોરીઓને આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી તો સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા કિશોરીઓને સ્વબચાવની તાલીમ અને તેનું મહત્વ તેમજ ‘181 અભયમ’ દ્વારા સુરક્ષા વગેરે વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. તેમજ મફત કાયદાકિય સહાય તથા કિશોરીઓને લગતા ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોક્સો એક્ટ વગેરે વિશે કાયદાઓની જોગવાઈ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી હતી. અંતે કાર્યક્રમમાં ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થનાર કિશોરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.