ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ રીતે તુલના કરતા જોવા મળ્યા
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ઈન્હેરિટન્સ ટેક્સ બાદ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ રીતે તુલના કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સાંભળી શકાય છે કે સામ પિત્રોડા કહે છે કે, ભારત એક અત્યંત વૈવિધ્યપુર્ણ દેશ છે, જ્યાં પૂર્વ ભારતમાં રહેતા લોકો ચીની જેવા છે, પશ્ચિમમાં રહેતા લોકો આરબો જેવા છે, ઉત્તર ભારતમાં રહેતા ગોરાઓ જેવા છે અને આફ્રિકન લોકો જેવો છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે બધા ભાઈ-બહેન છીએ. અમે તમામ ભાષાઓનો આદર કરીએ છીએ.
- Advertisement -
"Indian people in the East look like Chinese, people in the West look like Arabs, people in the North look like maybe White, and people in the South look like Africa."
Sam Pitroda making every attempt for Congress to lose😂🤲 pic.twitter.com/NMeAmXkEeG
— The Jaipur Dialogues (@JaipurDialogues) May 8, 2024
- Advertisement -
સામ પિત્રોડાએ કહ્યું કે, અમે અલગ-અલગ ભાષા, ધર્મ અને રિવાજોનું સન્માન કરીએ છીએ. આ એ જ ભારત છે જેના પર મને વિશ્વાસ છે, જ્યાં દરેકનું સન્માન થાય છે અને દરેક જણ થોડું સમાધાન કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ચૂંટણી પછી તેમની સરકાર સત્તામાં આવશે તો એક સર્વે કરવામાં આવશે અને જાણવા મળશે કે કોની પાસે કેટલી સંપત્તિ છે. જ્યારે સામ પિત્રોડાને તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકામાં લાદવામાં આવેલા વારસા ટેક્સનો ઉલ્લેખ કર્યો. પિત્રોડાએ કહ્યું હતું કે, અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી, 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે.
"People in east look like Chinese, in South look like Africans…": Sam Pitroda stokes new controversy
Read @ANI Story | https://t.co/HY8r7lVhZR#SamPitroda #Congress pic.twitter.com/MV9l0ApjGH
— ANI Digital (@ani_digital) May 8, 2024
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. આ હેઠળ એવી જોગવાઈ છે કે તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તેના મૃત્યુ પછી તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે, લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ લોકોના હિતમાં હોવા જોઈએ. ખબર છે કે પિત્રોડાના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.
આવો જાણીએ કોણ છે સામ પિત્રોડા?
સામ પિત્રોડાનું પૂરું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. તેઓ ટેલિકોમ શોધક અને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાય છે. તેઓ લગભગ 50 વર્ષથી ટેલિકોમ અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. તેમનો જન્મ 1942માં ભારતના ઓડિશાના તિતિલાગઢમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પિત્રોડા સાત ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. ગુજરાતની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા. 1964માં તેમણે શિકાગોની ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ 1965 માં ટેલિકોમ ઉદ્યોગમાં જોડાયા. 1975માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી. આ તેની પ્રથમ પેટન્ટ હતી. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી પેટન્ટ નોંધાવી હતી. તેણે મોબાઈલ ફોન પર બેસ્ટ ટ્રાન્ઝેક્શન ટેક્નોલોજી માટે પેટન્ટ પણ નોંધાવી હતી.
અમેરિકાની નાગરિકતા છોડી
સામ પિત્રોડાનો પરિવાર ગાંધીવાદી રહ્યો છે. કોંગ્રેસ સાથે પણ તેમના ગાઢ સંબંધો હતા. 1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સામ પિત્રોડાને ભારત પાછા ફરવા કહ્યું. ઈન્દિરા ગાંધીના આગ્રહથી તેઓ ભારત પાછા ફર્યા. તેમણે ભારતીય નાગરિકતા મેળવવા માટે પોતાની અમેરિકન નાગરિકતા છોડી દીધી. કારણ કે ભારતમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે. ભારત પરત ફર્યા બાદ 1984માં જ તેમણે ટેલિકોમ પર કામ કરતી સ્વાયત્ત સંસ્થા, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સની શરૂઆત કરી.
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે પિત્રોડા તેમના સલાહકાર બન્યા હતા. 1987માં રાજીવ ગાંધીએ તેમને ટેલિકોમ, પાણી, શિક્ષણ, રસીકરણ, ડેરી અને તેલીબિયાં સંબંધિત છ ટેક્નોલોજી મિશનના વડા તરીકે નિયુક્ત કર્યા. તેમણે ભારતના માહિતી ઉદ્યોગમાં પરિવર્તન લાવવા માટે રાજીવ ગાંધી સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું. તેમનું કામ દેશના ખૂણે ખૂણે ડિજિટલ ટેલિકોમ વિસ્તારવાનું હતું. ભારતમાં ઘણા વર્ષો સુધી કામ કર્યા પછી પિત્રોડા 1990ના દાયકામાં અમેરિકા પાછા ફર્યા. અહીં શિકાગોમાં રહેતા તેમણે ઘણી કંપનીઓ શરૂ કરી. મે 1995માં તેઓ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન વર્લ્ડટેલ ઇનિશિયેટિવના પ્રથમ અધ્યક્ષ બન્યા.
2004માં જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર બની ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહે પિત્રોડાને નેશનલ નોલેજ કમિશનના અધ્યક્ષ બનવા આમંત્રણ આપ્યું હતું. મનમોહન સિંહના આમંત્રણ પર પિત્રોડા ફરી ભારત પરત ફર્યા હતા. પિત્રોડા 2005 થી 2009 સુધી નેશનલ નોલેજ કમિશનના અધ્યક્ષ હતા. 2009ની ચૂંટણી બાદ જ્યારે યુપીએ સરકાર ફરી સત્તામાં આવી ત્યારે તેમને ઓક્ટોબર 2009માં મનમોહન સિંહના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો.