અ.ભા.વિ.પ જે વિદ્યાર્થી હીત માટે ૧૯૪૯થી આજદિન સુધી કાયૅરત રહ્યું છે ત્યારે રવિવારના રોજ સિધ્ધપુર ની ગોકુલ યુનિવર્સિટી ખાતે અ.ભા.વિ.પ., પાટણ જિલ્લાનો જિલ્લા અભ્યાસવગૅ યોજવામાં આવ્યો હતો.
આ અભ્યાસ વગૅમાં અ.ભા.વિ.પ.ના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ડૉ.છગનભાઈ પટેલ, પ્રાંત ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ ભૂતડિયા અને પાટણ જિલ્લાની બધી જ શાખા નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.અને અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રચનાત્મક,આંદોલનાત્મક, પ્રેક્ટિકલ સત્ર વગરે વિષયો પર ઉપસ્થિત મહાનુભાવોએ વિસ્તારથી વિચાર વિમર્શ સાથે માહિતી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  • જેઠી નિલેશ પાટણ