ચાલુ વર્ષે પાટણ શહેર અને જિલ્લામાં પડેલા ભારે થી અતિભારે વરસાદના કારણે મોટાભાગના માર્ગોનુ ધોવાણ થતાં માગૉ ઉપર થી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો અનેક મુશ્કેલી વેઠવી પડી રહી હતી. ત્યારે શહેરના વરસાદી પાણીના કારણે ધોવાણ થયેલા માર્ગોનું સમારકામ હાથ ધરવા પાલિકા દ્વારા એક કરોડ કરતાં વધુ ની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવી આપી શહેરના ધોવાણ થયેલા માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારના રોજ પાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર ની ખાસ ઉપસ્થિત માં વોડૅ નં.૧૦ માં આવેલ ભઠ્ઠી વાડાથી લઈને બોકરવાડા,મોટા મદ્રેશા થઈ ને ખાલકપુરા સુધીનાં માગૅનુ સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.આ કામગીરી દરમિયાન પાટણ નગરપાલિકા કોર્પોરેટર દિનેશ ભીલ, પ્રવિણ વાણિયા ખાસ હાજર રહી કામનું નિરિક્ષણ કર્યું હતું.તો વરસાદમાં ધોવાણ થયેલા માર્ગોનું સમારકામ હાથ ધરતાં આ વિસ્તારના રહીશો સહિત વાહનચાલકો એ પાલિકા ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.
- જેઠી નિલેશ પાટણ