કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર પંથકમાં નવરાત્રી પર્વ શરૂ થતાની સાથે જ તસ્કર ટોળકીઓ પણ સક્રિય બની છે.ગત રાત્રીએ દેથળી-વટેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલ રામદેવ ટાઉનશીપના એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. મકાનના દરવાજાનો નકુચો પથ્થરથી તોડી ઘરમાંથી ૪૦ હાજર રોકડાની ચોરી કરી ગયા હોવાની વિગતો સાંપડી છે.રામદેવ ટાઉન શીપના મકાન નં.૩૧ માં રહેતા મયંકભાઈ નવનીત ભાઈ પરીખ રાત્રી દરમિયાન તેઓના પરિવાર સાથે અગાશી ઉપર સુતા હતા. ત્યારે રાત્રે ૧૨ થી ૫ ના અરસામાં અજાણ્યા ઈસમોએ ઘરનો મુખ્ય દરવાજો તોડી પ્રવેશ કરી ઘરમાં પડેલી ઘરવખરી વરવિખેર કરી ૪૦ હજાર રોકડાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.તેઓ સવારે ઉઠતા આ અંગેની જાણ તેમને થવા પામી હતી. આથી બાદમાં સિદ્ધપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સિદ્ધપુર ઇ.ડીવાયએસપી સી.એલ.સોલંકીએ ઘટના સ્થળની જાતતપાસ કરી ચોરીની એમ.ઓ. વિષે માહિતી મેળવી હતી.આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ના હોવાનું જાણવા મળેલ છે.આ ચોરીની ઘટનાના સમાચાર મળતા ઘટનાસ્થળ સહિત ચોરીની માહિતી મેળવવા ગયેલા મીડિયાકર્મી સાથે પોલીસે ગેરવર્તણુક કરતા આ અંગે સિદ્ધપુરના મીડિયાકર્મીઓ એકઠા બની ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરી હતી.

  • જેઠી નિલેશ પાટણ