પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે આજરોજ કોવિડ-૧૯ ની જન જાગૃતિ માટે લોક સંવાદ નું આયોજન કર્યું .જેમાં મેડીકલ ઓફીસર શ્રી નિકુંલ નાયક અે ઉપસ્થિત ગ્રામજનોને કોરોનાની માહિતગાર કર્યા હતા.તેમજ તેના ઉપચારો બતાવ્યા હતા.આ કાર્યકર્માં સીએચઓ, ફીહેવ, મપહેવ, તલાટી કમ મંત્રી ખુશ્બુબેન , સરપંચ ગોવિંદભાઈ, આશા, ગ્રામજનો હાજર રહ્યા હતા. તથા તે અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
હું શપથ લઉં છું કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું. દરેક થી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જાળવીશ. વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ.મારી તથા મારા સ્વજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપચાર પધ્ધતિઓ અપનાવીશ અને યોગ- વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ. મારા પરિવાર અને સમાજના વડીલો,બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ.

જેઠી નિલેષ પાટણ