દિવસ દરમિયાન ભરચક રહેતા હિગળાચાચર નજીક આવેલ દુકાનમાં મોડી રાત્રે લાગેલી આગ ના કારણે જાનહાનિ ટળી.

પાટણ શહેરના દિવસ દરમિયાન માનવ મહેરામણ થી ભરચક રહેતા હિગળાચાચર ચોક નજીક આવેલ મીઠાઈ ની દુકાનમાં ગુરૂવારની મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અફરા તફરી અને જાન હાની અટકી હતી. તો મોડી રાત્રે લાગેલી આગ ની જાણ વિદ્યુત બોર્ડ ને કરાતાં પાવર સપ્લાય બંધ કરી પાણી ના ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવતાં દુકાન માલિક સહિત આજુ બાજુના દુકાનદારોએ રાહતનો દમ લીધો હતો.
આગની મળતી હકીકત મુજબ પાટણ શહેર ના દિવસ દરમિયાન ભરચક રહેતા હિગળાચાચર ચોક નજીક આવેલ અંબિકા મીઠાઈ નામની દુકાન ના ઉપરના ભાગે ગુરૂવારની મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતાં અને આ બાબત ની જાણ દુકાન માલિક ને તેમજ આજુબાજુના વેપારીઓને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને વિદ્યુત બોર્ડમાં જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવી પાણીનાં ટેન્કર બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવતા મહામુસીબતે આગ ને કાબુમાં લેવામાં આવી હતી.
અંબિકા મીઠાઈ નામની દુકાનમાં રાત્રે લાગેલી આગ ના કારણે આજ બાજુ ની દુકાન ના માલિકો ના જીવ પણ પડીકે બંધાયા હતા.
આ આગના કારણે દુકાન માલિક ને દિવાળી નાં તહેવાર સમયે જ અંદાજિત બે લાખનું નુક્શાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
દિવસ દરમિયાન ભરચક રહેતા બજારમાં મોડી રાત્રે લાગેલી આગ ને લીધે જાન હાની કે અફરાતફરી અટકી હતી.

જેઠી નિલેષ પાટણ