અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં બાઈકચોરીની ફરિયાદો અવારનવાર ઉપસ્થિત થાય છે. પરંતુ નવા જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના આવ્યા પછી ગુનાખોરી ઉકેલવામાં વેગ આવ્યો છે. આજથી ચાર વર્ષ અગાઉ મોડાસા ટાઉનમાં ચોરી થયેલ સ્પેન્ડલર બાઇકને બાઈકચોર સહિત એલસીબી પોલીસે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને સ્ટાફના માણસો મોહનસિહ ફતેસિહ, ઈમરાનખાન નજામિયાં, નરેન્દ્રસિંહ પદમસિહ મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, એક ઈસમ હીરો હોન્ડા સ્પેન્ડલર બાઇક કાળાં કલરનું જેના આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલ નથી જે ચોરીનું બાઈક છે. જે ઈસમ આ બાઈક લઈને માલપુર રોડ પરથી એચડીએફસી બેંક તરફ જઈ રહ્યો છે. આવી બાતમીના આધારે નાકાબંધી કરી સદર ઈસમ બાઈક લઈને આવી પહોંચતાં તેને કોર્ડન કરી પકડી પાડયો હતો. સદર ઈસમ પાસે બાઈકની માલિકી પુરવાર કરતા કોઈ આધાર પુરાવા, કાગળો કે નંબર પ્લેટ લગાડેલ નહોતી. જેથી આ બાઈક આ ઈસમે છળકપટ અથવા ચોરી કરીને મેળવેલાનું જણાઈ આવતાં અને તેની વિશેષ પુછપરછમાં કબુલાત દરમિયાન આજથી સાડા ચાર વર્ષ અગાઉ સદર બાઈક મોડાસા સંજીવની હોસ્પિટલ આગળથી ચોરી કર્યાનું કબુલતાં આરોપી મુળ રાણાસૈયદ મોડાસાના રહીશ સુલતાન ઇસ્માઇલ મુલતાની ઉં વ. ૨૬. ની ધરપકડ કરી સી આર પી સી ક. ૪૧(૧)(ડી)ના કામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.