ચંદ્રુમાણા તળાવ ની નજીક આવેલી અને બ્રહ્મલીન પુ. રામદાસ બાપુ ની રામમઢી ખાતે આસો સુદ અગિયારસ ના દિવસે નવનિયુક્ત સંત શ્રી પ્રેમાનંદ મહારાજ ના સાનિધ્યમાં ભજન સત્સંગ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિ ના કારણે આ પ્રાચીન જગ્યા ગામથી દુર હોઇ આ કાર્યક્રમમાં મર્યાદિત ભક્તજનો ની ઉપસ્થિતિમાં સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. મહેન્દ્રભાઈ વ્યાસ, સુરેશભાઈ વકીલ, નિરંજનભાઈ દવે ,સહિત ભજનીકોએ પ્રાચીન ભજન સત્સંગ ની જમાવટ કરી હતી.

  • જેઠી નિલેષ (પાટણ)