રેલવેના નામે નોકરી અપાવવા માટે ચીટર ગેંગ સક્રિય બની છે. અનેક કરોડો રૂપિયાનો નફો મેળવી હજારો યુવાનોને શીશામાં ઉતારી રહી છે. રાજકોટમાં આ ગેંગ સક્રિય થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં કેનાલ રોડ સ્થિત પહેલા નોકરી ઇચ્છુક યુવાનોને બોલવામાં આવે છે. રેલવેમાં ક્ધફર્મ નોકરી અપાવી દેવાની લાલચ આપીને 8 લાખ રૂપિયા પડાવવામાં આવે છે. સૌ પ્રથમ આવા યુવાનો પાસેથી શરૂઆતમાં 4 લાખ રૂપિયા ઉઘરાવામાં આવે છે, ત્યારબાદ તેઓને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે મોકલવામાં આવે છે. જ્યાં ત્રીજા માળે એક-એક યુવાનોને બોલાવી પગથિયાં ઉપર જ રજિસ્ટરમાં સહી કરવામાં આવે છે. બાદમાં ત્યાંથી ક્ધફર્મ રેલવેનું આઈ-કાર્ડ (જે ડુપ્લીકેટ હોય છે તે) આપવામાં આવે છે. એટલે યુવાનોને નોકરી મળી ગઈ ઈ તેમ સમજી પછી રૂપિયાનો ’વહીવટ’ રાજકોટમાં કરે છે. 15 થી 20 દિવસમાં હાજર થવાનું ફરમાન પણ આપવામાં આવે છે. ત્યારબાદ કોઈ કોલ કે લેટર નહિ આવતા છેતરાયા હોવાનું સાબિત થાય છે. રાજકોટમાં આવી રીતે 10થી વધુ યુવાનોને રેલવેમાં નોકરી આપવાની બહાને 1 કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો આ અંગે યોગ્ય તપાસ થાય તો આ ગેંગનું રેલવે સંબંધિત મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. આ આખું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં કાર્યરત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.