મળતી માહિતી મુજબ ભાજપ શાસિત હારીજ નગર પાલીકા સભા ખંડમાં બીજી ટર્મ ની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ચિફ ઓફીસર ની અધ્યક્ષતામાં યોજવામાં આવી. નવા ઠરાવો વંચાણે લેવામાં આવ્યા. જેમાં યુ. ડી. પી. ૮૮૨૦૨૦/૨૧ તેમજ મનોરંજનકર ,વિવેકાધીન, ભારે વરસાદ, ૧૫ મા નાણાપંચ વિગેરે ગ્રાન્ટ અન્વયે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે યોજાયેલ સામન્ય સભામાં ચુટાયેલા મહિલા સદસ્યોની બેઠકમાં મહીલાઓના પતિદેવો ની હાજરી જોવા મળી રહી હતી. સભામાં વિરોધ પક્ષ ના કોર્પોરેટરો દ્વારા ગત અઢી વર્ષ ના સમયમાં થયેલ ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં જુની પાણી ની ટાંકી તોડવાની ટેન્ડર કામગીરીમા મોટી ખાયકી કરવામાં આવી, ગત સમયે નાખેલ સી. સી. ટીવી કેમેરા હલકી ગુણવત્તા ના કારણે કેમેરા બંદ હાલતમાં છે. તેમજ રમત ગમત મંત્રાલય દ્વારા ફાળવાયેલ સ્પોટજીમ સાધનો જે જનતા ને ઉપયોગી બની શકે તેવું સ્થળ પસંદ કરવામાં આવે. તેમજ નગરમાં ઠેરઠેર ઉભરાતી અંડર ગ્રાઉન્ડ ગટરના ગંદા પાણીનો નિકાલ તેમજ પંપીગ સ્ટેશન થી ચોરાયેલ મોટર ની પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી અનેક રજુઆતો ચુટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હારીજ નગર પાલિકા મ્યુનિસિપલ એકટ ના તમામ નિતિનિયમો નેવે મુકી કારોબારી સમિતિની રચનાઓ વગર પ્રજાના કરવેરા ના નાણાનો મનસ્વી રીતે વહીવટ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો જોવા મળ્યા હતા. તેમજ સામાન્ય સભામાં પ્રમુખ ચિફ ઓફીસર દ્વારા મીડિયા કર્મીઓને સામાન્ય સભામાં રોકવાનો પ્રયાસ કરવામાં આવતાં ભારે હંઞામો મયી જવા પામ્યો હતો.

  • જેઠી નિલેષ પાટણ