પ્રાપ્ત માહિતી મુજબ જસદણ તાલુકાના બોઘરાવદર ગામમાં વાડીવિસ્તાર માં પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક પ્રસુતિ માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવા માં આવી હતી. જેમાં ભાડલા 108 ના ઈ એમ ટી ગોવિંદભાઇ રોજાસરા અને પાયલોટ દેવીદાસભાઈ દેશાણી એમ્બ્યુલન્સ લઈ વાડીયે પહોંચ્યા પછી પ્રસૂતા ખેતર માં હોવાથી ઈ. એમ. ટી. ગોવિંદભાઇ રોજાસરા ખેતર માં પહોંચતા જાણવા મળ્યું કે બાળક ની ડિલિવરી થઈ ગઈ હતી બાળક ખેતર માં પડ્યું હતું અને ઠંડી થી ધ્રુજતુ હતું. ત્યારબાદ થોડી પણ પળ નો વિલંબ કર્યા વગર બાળક ને માતાથી અલગ કરી બાળક ને એમ્બ્યુલન્સ માં હેલોજન લૅમ્પ નીચે રાખી અને ગરમ હૂંફ આપવામાં આવી હતી અને બાળકને ઓક્સિજન સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું કારણ કે બાળક નું ઓક્સિજન લેવલ ઓછું હતું . માતાને પણ જરૂરી સારવાર આપી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા
ગુજરાત સરકારની 108 ઈમરજંન્સિ સેવા ફરી એક વાર લોકોની જીવાદોરી સાબિત થઈ છે જેમાં તારીખ 27/10/2020 ના રોજ સવારે 02:32 વાગ્યે બોઘરાવદર ગામમાં વાડીયે મધ્યપ્રદેશ ના વતની જેનકુબેન મેહડા મજૂરી કરવા આવ્યા હતા અને અચાનક પ્રસૂતા ની પીડા થતા 108 ને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ 108 ના ઈ એમ ટી અને પાયલોટ ની સુજ્બુજ થી માતા અને બાળકી બંને નો જીવ બચાવવામાં આવ્યો હતો.
આથી પ્રસૂતા ના પરિવાર 108 એમ્બ્યુલન્સ નો ઘણો આભાર વ્યક્ત કરે છે અને તેમને લોકોની જીવાદોરી સમાન ગણવામાં આવી છે
- કરશન બામટા આટકોટ