એક તરફ કોરોના ની મહામારી એ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા કપરા સમયનો કેટલાક વેપારીઓ લાભ ઉઠાવી દિવાળી નાં તહેવારો ને ધ્યાન માં રાખી ને ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી નો પુષ્કળ પ્રમાણમાં વેપાર કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા તોલમાપ વિભાગ ની કચેરી ને એક જાગૃત નાગરિકે માહિતી આપી હતી કે પાટણ શહેરના નવાગંજ બજારનાં નાનાં પ્લોટ વિસ્તારમાં આવેલ વિરકૃપા ઓઈલ ડેપો નામની દુકાન માં ડીસા ની જાગનાથ ટ્રેડિંગ કંપની માંથી કેટલાક શંકાસ્પદ તેલનાં ડબ્બા ઉતારવામાં આવ્યા છે. જે હકીકત નાં આધારે પાટણ જિલ્લા તોલમાપ વિભાગ ની કચેરી નાં સિનિયર ઇન્સ્પેક્ટર એસ.વી.પટેલ, મહેસાણા તોલમાપ વિભાગ નાં નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડ સહિતની ટીમે ઉપરોક્ત દુકાન ઉપર ઓચિંતી તપાસ હાથ ધરતાં દુકાન માંથી શંકાસ્પદ અને તોલમાપ ખાતાં નાં નિયમો વિરુદ્ધ તેલનાં ડબ્બા નાં પેકીગો જણાય આવતા ૩૮ જેટલા તેલનાં ડબ્બા સિઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભેળ સેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હત

આ બાબતે તપાસ કરનાર મહેસાણા તોલમાપ વિભાગ ની કચેરી નાં નાયાબ નિયંત્રક અધિકારી એન.એમ.રાઠોડે જણાવ્યું હતું કે પાટણ શહેરના નવાગંજ બજારનાં નાનાં પ્લોટ વિસ્તારમાં આવેલ વિરકૃપા ઓઇલ ડેપો માંથી સિઝ કરવામાં આવેલ ડીસા જાગનાથ ટ્રેડિંગ કંપની નાં માકૉવાળા સોયાબીન તેલના ૩૮ ડબ્બા નાં પેકીગો માં તોલમાપ ખાતાં નાં નિયમોનું પાલન કરાવવામાં આવ્યું ન હોવાનું ધ્યાને આવ્યું છે જેને લઇને આ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

  • જેઠી નિલેષ પાટણ