પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે કામ કરી રહેલા કે.સી.પટેલ નાં ૬૨ માં જન્મદિવસની આજરોજ શુક્રવારના દિવસે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે.
ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ ના ૬૨ માં જન્મદિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમોમાં સવારે ૭-૩૦ કલાક થી ૯-૦૦ કલાકના સમયમાં સિધ્ધનાથ મહાદેવ મંદિર, પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે દશૅન,૯-૧૫ કલાકે વોડૅ નં.૧ નાં કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આંગણવાડી બહેનો ને સાડી વિતરણ અને રેશનીંગની કીટનુ વિતરણ,૯-૩૦ કલાકે અનાવાડા ખાતે હરિભાઈ ભરવાડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ,૯-૪૫ કલાકે મહિલા મંડળ ખાતે શૈલેષભાઈ પટેલ દ્વારા કોમ્પ્યુટર અને સિલાઇ મશિન વિતરણ,૧૦-૦૦ વોડૅ નં.૪ માં મુકેશ.જે.પટેલ દ્વારા સાડી મિઠાઈ વિતરણ,૧૦-૧૫ કલાકે ભા.વિ.પ. સિદ્ધહેમ શાખાના સેવા કેમ્પ નું સમાપન,૧૦-૩૦ શહેર ભાજપ દ્વારા બગવાડા દરવાજા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ,૧૧-૪૫ થી ૪-૦૦ કલાક પાટણ અને સરસ્વતી તાલુકા નાં વિવિધ કાર્યક્રમો,૪-૦૦ રામ રહીમ અન્નક્ષેત્ર,૪-૩૦ કલાકે બાલાજી પાટી પ્લોટ ખાતે ભાવેશભાઈ પટેલ દ્વારા વિધવા બહેનોને સાડી વિતરણ,૫-૦૦ કલાકે ભા.વિ.પ. સિદ્ધહેમ શાખા બગીચો,૫-૩૦ કલાકે પદ્મનાભ મંદિર ખાતે રેવડી તુલા,૭-૦૦ કલાકે સુચિત કાયૅક્રમો અને રાત્રે ૯-૦૦ હિગળા ચાચર નવરાત્રી મહોત્સવ ની આરતી જેવાં વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ નાં કાયૅક્રમો આયોજિત કરવામાં આવ્યા હોવાનું કે.સી.પટેલ જન્મદિવસ ઉત્સવ સમિતિ નાં દશૅક ત્રિવેદી, કિશોર મહેશ્વરી, હેમંત તન્ના સહિતના સભ્યો એ જણાવ્યું હતું.

  • જેઠી નિલેષ પાટણ