પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા અને ભાટસર ગામે ૨૦૦ વર્ષથી ભરવામાં આવતી બ્રહ્માણી માતાજી ની સામુહિક પલ્લી આ વર્ષે કોરોના મહામારી ની પરિસ્થિતિ ના કારણે બંધ રહેતાં બંને ગામોની શક્તિ પીઠો એ પુજારીઓ દ્વારા આરતી અને પુજા કરવામાં આવશે. જ્યારે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે મર્યાદીત સંખ્યા માં માઇભકતો દર્શન કરી શકશે.
ચાણસ્મા ના લણવા અને ભાટસર ગામે બ્રહ્માણી માતાજી ની સમુહ પલ્લી બંધ રહેતાં પ્રતિભાવ આપતા લણવા ના બ્રહ્માણી માતાજી મંદિર ના ટ્રસ્ટીઓ એમ. એસ. પટેલ અને તખ્તસિંહજી દરબારે જણાવ્યું હતું કે દુર્ગાષ્ટમી એ ભરવામાં આવતી બ્રહ્માણી માતાજી ની સામુહિક પલ્લી આ વર્ષે કોરોનાની સ્થિતિ ના કારણે મોકુફ રાખવામાં આવી હોવાનું ટ્રસ્ટ ની મિટિંગ માં નિર્ણય લેવામાં આવ્યો હતો કેમકે આ પલ્લી ઉત્સવમાં પાંચથી છ હજાર લોકો ભેગા થતા હોવાથી હાલની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજું આમ તો જે લોકો ની માનતા ની પલ્લી હોય તે ટ્રસ્ટી વહીવટદાર પાસે તેમનું નામ નોંધાવવા આવતા હોય છે. જે આ વર્ષે પલ્લી બંધ રહેતા કોઈ નામ નોંધાવવામાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતુ.

  • જેઠી નિલેષ પાટણ.