હાલમાં કોરોના મહામારી ની સ્થિતિ બેકાબુ બની રહી છે છતાં લોકોમાં આ મહામારી નો કોઈ જ ખોફ જોવા મળતો નથી. લોકો જાહેર સ્થળો એ માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડિસ્ટન્સ નું પણ પાલન કરતા ના હોવાનું જોવા મળી રહ્યુ છે.
ચાણસ્મા માં છેલ્લા એકાદ બે મહિના થી કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું હોવા છતાં ચાણસ્મા ના જાહેર સ્થળો જેવા કે સરદાર ચોક, ટાવર ચોક, એસ.ટી. બસ મથક સહિત ની જગ્યાઓએ લોકો માસ્ક પહેર્યાં વિના અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કર્યા વિના જોવા મળ્યા હતા.
ચાણસ્મા ડેપોમાં બસ ની રાહ જોતાં મુસાફરો મોઢા પર માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડિસ્ટન્સ ભુલી જાણે કોરોના ને ખુલ્લું નિમંત્રણ આપતા હોય તેવી સ્થિતિમાં જવા મળ્યા હતા.

  • જેઠી નિલેષ ચાણસ્મા