વિધાનસભા-69નાં ભાજપનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહનાં દાદા એટલે એક મહાન વ્યક્તિત્વ…

ડૉ. દર્શિતા શાહનાં દાદા પી.વી. દોશી- પપ્પાજી પર નરેન્દ્ર મોદીએ પોતાનાં પુસ્તક ‘જયોતિપુંજ’ પર એક રસાળ પ્રકરણ લખ્યું છે, પ્રસ્તુત છે આ ચેપ્ટર…

ડૉ. પ્રાણલાલ વ્રજલાલ દોશી, એ નામથી માનસપટલ પર કોઈ ખાસ ઓળખાણ ઊભી ન થાય. ડૉ. પી. વી. દોશી કહીએ તો ક્યાંક ઓળખનો અહેસાસ થાય. પરંતુ કાન પર ‘પપ્પાજી’ શબ્દ પડે તો રાજકોટ જ નહીં, ગુજરાતના ખૂણે-ખૂણે એક મોટા વર્ગની આંખમાં ચમકારો અનુભવાય. વિવિધતાઓથી સભર વ્યક્તિત્વ અને છતાંય ‘વ્યક્તિ’ અનુભવાય જ નહીં, માત્ર તત્ત્વનો જ અહેસાસ થાય. હવાની લહેરખીનો સ્પર્શ કેવી તાજગી આપી જાય! કંઈક એવું જ વ્યક્તિત્વ. નાનામોટા સહુનો એ જ અનુભવ.

દરેક પ્રસંગે આ દૂબળા-પાતળા દેહે ઘટાટોપ વડલાની છાયાની અનુભૂતિ કરાવી, શીતળતા પણ બક્ષી અને વડલાની વિરાટતાનાં પણ દર્શન કરાવ્યાં

ડૉકટરસાહેબે સંઘના આદર્શોને અનુરૂપ પોતાના જીવનને જોતજોતામાં જ ઢાળી દીધું. સંઘવિચાર, સંઘસંસ્કાર, સંઘકાર્યને અનુરૂપ ‘સ્વ’ને ઘડવા માટે પોતે અવિરત હોમાતા રહ્યા

મનમંદિરને ઢંઢોળ્યું કે પપ્પાજીનાં પ્રથમ દર્શન ક્યારે કર્યા હતાં? ખૂબ મથામણ કરી, પણ પ્રથમ મુલાકાત યાદ જ નથી આવતી. કદાચ તેનું કારણ વ્યક્તિને બદલે તત્ત્વરૂપ બની ગયેલ એ દેહની વિશેષતા જ હશે. હા…. એટલું જરૂર લાગ્યા કરે છે કે જ્યારથી જોયા અને જ્યારે વિદાય આપી ત્યારે જોયા તે વચ્ચે દશકાઓ વીતી ગયા હતા. પરંતુ કોઈ ફર્ક જ નહીં, તનથી, મનથી, વાણીથી, વ્યવહારથી- સઘળી બાબતે સમ્યગ્ વ્યવહાર. બસ, એવા ને એવા જ ઘટનાઓની ઘટમાળ હતી. પ્રશ્ર્નોના પહાડો હતા. સંકટની છાયા આવી અને ગઈ. ક્યારેક વિચારની કસોટી તો ક્યારેક કાર્યની ગતિ, ક્યારેક કુદરતી તો ક્યારેક માનવીય આફતો. દરેક પ્રસંગે આ દૂબળા-પાતળા દેહે ઘટાટોપ વડલાની છાયાની અનુભૂતિ કરાવી, શીતળતા પણ બક્ષી અને વડલાની વિરાટતાનાં પણ દર્શન કરાવ્યાં.

પપ્પાજી કલકત્તામાં દાંતના ડૉકટર બન્યા. કલકત્તાના જીવનમાં એક એવો ભદ્રવર્ગ, જેના ઉપર અંગ્રેજીયતનો પ્રભાવ આજે પણ છે. કલકત્તામાં યુવાની વિતાવી, અભ્યાસ કર્યો. ડૉકટર તરીકે રાજકોટ પરત આવી વ્યવસાયી જીવન આરંભ્યું. રાજકોટમાં પણ કલકત્તાની યુવાનીની છાયા ઝલકતી હતી. પશ્ર્ચિમી રંગની છાંટ વરતાયા વગર ન રહે. સાંજની જિંદગીમાં કલબ, કલ્ચર, બાજી-પત્તાંની જોડ અને સિગારેટના ગોટાઓથી જિંદગી હરીભરી રહેતી. સરદાર પટેલની જિંદગીમાં ડોકિયું કરીએ તો આવું જ કંઈક જોવા મળે. વકીલાતનો વ્યવસાય, બારમા બેસવું, ક્લબમાં સાથીઓ સાથે પત્તાં રમવા, સિગારેટના ગોટેગોટા વચ્ચે આઝાદીના દીવાનાઓની મજાક ઉડાવવી. મહાત્મા ગાંધી પ્રત્યે ક્યારેક મજાકભર્યા ઉચ્ચારણો કરવા. સરદાર પટેલના જીવનનો આ સ્વાભાવિક ક્રમ હતો. પરંતુ મહાત્મા ગાંધીના સ્પર્શ સાથે સરદાર પટેલે જીવન બદલી નાખ્યું. આઝાદી માટે પોતાના ‘સ્વ’ને હોમી દીધો. ‘મહાત્મા ગાંધીનો શબ્દ આખરી શબ્દ’ એવો સંકલ્પ જીવી બતાવ્યો. સરદાર પટેલના બારના મિત્રો માટે આ પરિવર્તન સુખદ આશ્ર્ચર્ય હતું. ડૉ. દોશીસાહેબ પપ્પાજીના જીવનમાં પણ આવું જ પરિવર્તન ઊડીને આંખે વળગે છે. ક્લબ લાઈફ, કલકત્તાની પશ્ર્ચિમી જિંદગીનો પ્રભાવ- આ સઘળા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- આર.એસ.એસ.નો સ્પર્શ પપ્પાજીના જીવનમાં અદ્ભુત પરિવર્તનનો નિમિત્ત બની રહ્યો. ડૉકટરસાહેબે સંઘના આદર્શોને અનુરૂપ પોતાના જીવનને જોતજોતામાં જ ઢાળી દીધું. સંઘવિચાર, સંઘસંસ્કાર, સંઘકાર્યને અનુરૂપ ‘સ્વ’ને ઘડવા માટે પોતે અવિરત હોમાતા રહ્યા. એ યુગમાં ડૉકટરની પ્રતિષ્ઠા સમાજજીવનની સર્વોપરિતા તરીકે સ્વીકારાયેલ હતી. આવા યુગમાં તે પ્રતિષ્ઠાથી દૂર, ‘સ્વ’ દ્વારા સ્વયંસેવકની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવા તેઓ સાચા અર્થમાં સમર્પિત સ્વયંસેવક બની રહ્યા. આ ક્રમ જીવનપર્યંત ચાલ્યો.

એકવડા બાંધા કરતાં પણ અડધું દૂબળું-પાતળું શરીર. અલ્પભાષી, મિતભાષી, દૂબળો-પાતળો દેહરૂપી સંઘ પળેપળ અનુભવાય. ડૉકટરસાહેબને- પપ્પાજીને મળ્યા પછી સંઘના કોઈ પણ સ્વરૂપની અલગ વ્યાખ્યા ન કરવી પડે. જાણે જીવન જ સંઘરૂપ. વ્યક્તિની છાયા પણ નહીં કે વ્યક્તિત્વની આભા પણ નહીં. ન કોઈ આડંબર, ન કોઈ ઝાકઝમાળ. વાણી પણ અદ્ભુત! આખે-આખી વાત થઈ જાય, પણ શબ્દો, અક્ષરો કે ભાષાના શૃંગારનું નામોનિશાન ન હોય. એમ કહો કે વાતચીતમાં ભાષા જ ગાયબ હોય. એમ માનવું પડે કે વાત યાદ રહી જાય, પણ વેણ યાદ ન આવે. પપ્પાજીના સાનિધ્યમાં હોઈએ ત્યારે શબ્દહીન વાણી, વ્યક્તિત્વહીન અસ્તિત્વ અનુભવાય. સંસ્કારનો સ્પર્શ હોય, દૃઢ મનોબળ હોય, આશા અને વિશ્ર્વાસનાં ઘોડાપૂર હોય, માયાવિહીન મમતાનો પ્રવાહ હોય, સંકટો અને કંટકોની છાયા વચ્ચે ફૂલગુલાબી અહેસાસ હોય, 90 વર્ષ વટાવ્યાં પછી પણ એવી ને એવી તાજગી હોય, ડૉકટર તરીકેની પ્રતિષ્ઠાભરી અને મોભાવાળી જિંદગી પાથરણાં પાથરી રહી હોય તેવી વેળાએ આદર્શો અને સિદ્ધાંતો માટે જુવાની જેલમાં વિતાવી, વિજય મેળવીને જંપનાર પપ્પાજીના કોમળ દેહમાં બિરાજતા મક્કમ મનની અનુભૂતિ થયા વગર ન રહે.

શ્રીમતી ઈંદિરા ગાંધીએ પોતાનું વડાપ્રધાનપદ બચાવી રાખવા માટે દેશમાં કૃત્રિમ કટોકટી થોપી દીધી હતી. લોકતંત્રને ગળે ટૂંપો દીધો હતો. અખબારી સ્વાતંત્ર્ય ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. દેશને જેલખાનું બનાવી દીધું. લોકશાહીની વાત કરવી એ ગુનો બની ગયું હતું. 

આખી વાત થઈ જાય, પણ શબ્દો, અક્ષરો કે ભાષાના શૃંગારનું નામોનિશાન ન હોય, એમ કહો કે વાતચીતમાં ભાષા જ ગાયબ હોય, એમ માનવું પડે કે વાત યાદ રહી જાય, પણ વેણ યાદ ન આવે

દેશના સર્વમાન્ય નેતાઓને જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. પ્રજા સદંતર અંધકારમાં જીવવા મજબૂર બની હતી. ‘મિસા’ના કાળા કાયદાનો કેર દેશના કરોડો નાગરિકોને ધ્રુજાવી રહ્યો હતો. એવા સમયે પપ્પાજીએ લોકશાહીની પુન:સ્થાપના માટે જંગ આદર્યો. કટોકટી-કાળમાં જેલમાં ગયા. ઉંમર, પ્રતિષ્ઠા અને તબિયત જોતાં બધા જ સાથીઓ તેમને પેરોલ ઉપર ઘરે જવા વીનવતા, પરંતુ તેમનું મક્કમ મન ક્યારેય આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર ન થયું. તેઓ સદા કહેતા, ‘વિજયશ્રી પ્રાપ્ત કર્યા વગર જેલની બહાર જવા માટે કોઈ પ્રયાસ નહીં કરું. લોકશાહી માટે સંઘર્ષ કરતા સાથીઓને જેલમાં એકલા છોડી બહાર જવાનું અનૈતિક પગલું હું ન લઈ શકું.’ અને તેઓ અંતિમ વિજય સુધી જેલમાં રહી નૈતિકતાના આધારે લડતાં જ રહ્યા.

આર.એસ.એસ.ના પ્રથમ પ્રાંતસંઘચાલક તરીકે તેમણે ગુજરાતમાં સંઘકાર્યના વિસ્તાર અને વિકાસ માટે પોતાનાથી બનતું બધું જ કર્યું. તેમની હૂંફ, તેમનો સ્નેહ સહુને દોડતા રાખે. તેમની કાર્યશૈલીની એક વિશેષતા હતી. તેઓ કાર્યની પ્રગતિ કરતાં કાર્યકર્તાની ચિંતા વધુ કરે. તેઓ દૃઢપણે માનતા કે કાર્યકર્તાની ચિંતા કરો, કાર્યની ચિંતા કરવી જ નહીં પડે.
પપ્પાજીએ સંઘના પાયાના કાર્યના વિકાસ અને વિસ્તાર માટે સ્વયંને નિત્ય શાખા સાથે અતૂટ રીતે બાંધી દીધા હતા. 90 વર્ષની ઢળતી ઉંમરે પણ નિત્ય શાખા માટેની તેમની શ્રદ્ધા તેમના વ્યવહારમાં ઝળકતી હતી. તેમના શાખા માટેના આગ્રહી આચરણની અસર સમગ્ર ગુજરાત ઉપર વરતાતી રહી. શાખા- કાર્ય માટેની આટલી પ્રતિબદ્ધતા છતાં ગુજરાતના વનવાસી વિસ્તારમાં વિકાસ થાય, વનવાસીઓનું કલ્યાણ થાય તે માટે તેમની લાગણી અદ્ભુત હતી. ગુજરાતમાં 15 ટકા જેટલા લોકો જંગલોમાં જીવતા હોય, આઝાદીના ચાર-પાંચ દાયકા પછી પણ વનબંધુઓ વિકાસની પ્રક્રિયાથી વંચિત હોય તે વાત તેમને મન પીડાકારક હતી. વનવાસીઓના સર્વાંગીણ વિકાસની દિશામાં કશુંક કરી છૂટવાની તેમની નેમ હતી.

75 વર્ષની ઉંમરે છેક રાજકોટથી બસમાં આખી રાત પ્રવાસ કરી વલસાડ જિલ્લાના ધરમપુર પહોંચતાં. ત્યાંનાં જંગલોમાં દર મહિને પહોંચવું, વનવાસીઓ વચ્ચે રહેવું, તેમની સમસ્યાઓ સમજવી, તેમની શક્તિ જગાવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા આયોજન કરવું, વ્યવસ્થા ઊભી કરવી, તેના માટે તે ખૂંપી જતાં. ઝીણામાં ઝીણી બાબતોની કાળજી લે. અનેક વનવાસી પરિવારોને પોતાનો પરિવાર બનાવ્યા. રાજકોટના દાંતના ડૉકટર દેહ છોડે અને ઉમરગામથી અંબાજી સુધી પથરાયેલી આદિવાસી પટ્ટી ચોધાર આંસુએ રડે તેનાથી મોટી જિંદગીની ઊંચાઈ કઈ હોઈ શકે?

પપ્પાજીના જીવનમાંથી એક બાબત સતત ધારાપ્રવાહરૂપે પ્રગટતી જોવા મળે, અને એ પ્રવાહ એટલે કરુણા અને કર્તવ્યનો વિરલ સંગમ. રાજકોટના જીવનની નોંધ લઈએ તો બહેરા-મૂંગાની શાળાની નોંધ લેવી જ પડે, અને બહેરા-મૂંગાની શાળા વિશે વિચાર કરતાં જ સંસ્થારૂપ જીવન એટલે પપ્પાજીની કરુણા અને કર્તવ્યની ધારાનો સ્પર્શ અનુભવાય. પપ્પાજીની દીકરીને ઈશ્ર્વરે શારીરિક ઊણપ આપી. વ્યક્તિગત કે પારિવારિક જીવનની આ ઊણપને સમાજ સાથે જોડી, સમાજનાં આવાં બધાં બાળકોને પોતાનાં ગણી, પોતાની દીકરીને જે મળે તે સહુને મળે એવો કરુણીનો વિસ્તાર કરનાર પપ્પાજી જેવા કરુણામૂર્તિ જવલ્લે જ જોવા મળે. રાજકોટની આ બહેરા-મૂંગા શાળા પપ્પાજીમાં પ્રગટ થતી કરુણાનું જીવતું-જાગતું સ્મારક જ છે.

આ બહેરા-મૂંગા શાળા માટેની પપ્પાજીની મમતા, આ પ્રવૃત્તિ માટેની લાગણી ગજબ હતી. ક્યારેક એવું લાગે કે પપ્પાજીને પરિવારજનો કરતાં આ શાળાની માયા વધુ હતી. વિકલાંગ તરફ જોવાનો પપ્પાજીનો દૃષ્ટિકોણ સંઘ-સંસ્કારનું વ્યાવહારિક રૂપ લાગે. આપણા સમાજમાં વિકલાંગ માટે ભાવ કેવો હોવો જોઈએ? કોઈ પરિવારમાં એકાદ વિકલાંગ હોય તો માત્ર તે પરિવારની જવાબદારી નથી. આ આફત એ કુટુંબે જ નિભાવવી પડે, એ કોઈ સ્વસ્થ સમાજનું લક્ષણ નથી, સ્વસ્થ સમાજ તો તેને જ કહેવાય કે જે શારીરિક ઊણપવાળા નાગરિકોને ઈશ્ર્વરે આપેલી ખોટને સમાજ પોતાની ખોટ સમજે, અને એ ખોટ પૂરવાની જવાબદારી જે-તે પરિવારે નહીં, સમગ્ર સમાજે સામૂહિક રીતે પાર પાડવી જોઈએ.
સ્વસ્થ સમાજ પરિવાર-ભાવથી વિકલાંગની જવાબદારી ઉઠાવે તો વિકલાંગ વ્યક્તિ, તેનાં પરિવારજનો અને સમાજ-બધાં જ હળવાંફૂલ થઈ જાય. વિકલાંગ પ્રત્યે દયાભાવથી નહીં, કરુણાના ભાવથી નહીં, પરંતુ કર્તવ્યભાવથી જોવું જોઈએ. માત્ર સહાનુભૂતિ નહીં, સંવેદના જોઈએ. સમ-વેદનાની અનુભૂતિ થાય, જે વેદના વિકલાંગ અનુભવે તેવી જ વેદના સમાજ પણ અનુભવે, જે ભાવવિશ્ર્વ મારું છે એ જ ભાવવિશ્ર્વ વિકલાંગનું પણ છે, તેના ભાવવિશ્ર્વનો આદર થાય, એના ભાવવિશ્ર્વનો સત્કાર થાય, એના ભાવવિશ્ર્વનું સિંચન થાય અને જો એમ કરવામાં સમાજ ઊણો ઊતરે તો સમાજ પોતે જ વિકલાંગ છે એમ માનવું પડે.

દેખાતી અંગ-ઉપાંગોની ઊણપને વિકલાંગ માનવાની ભૂલ ન કરી શકાય. વિકલાંગની સ્થિતિ-પરિસ્થિતિનો પ્રતિસાદ મારા ભીતર ન પડતો હોય તો હાથ, પગ, આંખ, કાન, નાક- બધું સક્ષમ હોવા છતાંય હું વિકલાંગ છું એમ જ માનવું પડે. પ્રત્યેક વ્યક્તિએ પોતાની જાતનું પરીક્ષણ કરવું જોઈએ કે હું પોતે તો અંદરથી વિકલાંગ નથી ને?
પપ્પાજીએ પોતાનાં અંતર-મનનો વ્યાપક વિસ્તાર કર્યો હતો. પરિણામે જ બહેરા-મૂંગા શાળા એમના માટે મંદિર કરતાં પણ વધારે મહત્ત્વની હતી. પપ્પાજીના પારસરૂપ વ્યક્તિત્વનો સીધો પ્રભાવ બહેરા-મૂંગા શાળામાં જોવા મળે. પપ્પાજીની સાધનાની છાયાને કારણે આ બહેરા-મૂંગા શાળામાં કાર્ય કરી રહેલ હરકોઈ જાણે સાધકરૂપ લાગે. તેનું કારણ પપ્પાજીનું પારસરૂપ વ્યક્તિત્વ.

આપણા દેશમાં સ્વસ્થ બાળક અને વિકલાંગ બાળક બંનેને પરીક્ષામાં પાસ થવા માટે સમાન 35 ગુણ અનિવાર્ય હતા. સ્વસ્થ બાળક અને વિકલાંગ બાળકની તુલના જ કેવી રીતે થઈ શકે? કોઈ પણ કામ કરવા માટે સ્વસ્થ બાળક કરતાં વિકલાંગ બાળકને અનેકગણી વધુ જહેમત કરવી પડે, સમય પણ વધુ જાય. વિકલાંગની આ વ્યથાને ક્યારેય કોઈએ દાદ ન આપી. સમગ્ર ભારતમાં ગુજરાતની ભાજપ સરકારે મહત્ત્વપૂર્ણ પહેલ કરી, સ્વસ્થ બાળકને પાસ થવા 35 ગુણ જોઈએ, તો વિકલાંગ બાળક માટે માત્ર 20 ગુણ પૂરતા છે, તેવો વ્યવહારુ નિર્ણય કર્યો. આ નિર્ણયનો પપ્પાજીને જે આનંદ થયો હતો તે અવર્ણનીય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યત્વે સંસ્કાર-પ્રવૃત્તિ છે, પપ્પાજીને મન સંસ્કારની સાથે શિક્ષણને પણ પ્રાથમિકતા મળે તેવી લાગણી હંમેશાં રહેતી. ભારતના ખૂણે-ખૂણે સ્વયંસેવકો દ્વારા વ્યાપક પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિસ્તરેલી છે પરંતુ ગુજરાતમાં તે દિશામાં પ્રયાસ ઓછા થયા હતા. પપ્પાજીએ વનવાસી કલ્યાણના કાર્યની જેમ ગુજરાતમાં શિક્ષણ અને સંસ્કારની સરિતા વહે તે માટે બીડું ઉઠાવ્યું. આ કાર્ય માટેની તેમની ધગશ યુવાનોને પણ શરમાવે તેવી હતી. સંઘ-પરિવારમાં શિક્ષણમાં રૂચિ ધરાવનાર એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેની સાથે પપ્પાજીએ શિક્ષણના વ્યાપ બાબતે ચર્ચા નહીં કરી હોય કે યોજના નહીં વિચારી હોય. અનેક મણકા શોધી-શોધી, એકત્ર કરી, તેમાંથી શિક્ષણપ્રેમીઓની એક માળા ગૂંથવાનો તેમણે સફળ પ્રયાસ કર્યો. સંસ્કાર અને શિક્ષણને વરેલી અનેક શિક્ષણ સંસ્થાઓએ જોતજોતાંમાં આકાર લીધો. ખૂબ જ ટૂંકા ગાળામાં આટલું વિશાળ કાર્ય ઊભું કરવામાં તેમનો ફાળો નાનોસૂનો નહોતો.

વ્યક્તિના જીવનમાં ઉત્સાહ હોય, ઉમંગ હોય, જોગ-સંજોગ હોય, અનુકૂળતા-પ્રતિકૂળતા હોય એ બાબતો સ્વાભાવિક છે. ઘણું કરીને વ્યક્તિના મનગમતા કાર્ય ઉપર પણ તેની સારી-નરસી અસર પડતી જ હોય. અનુકૂળ સ્થિતિમાં ઉમંગ અને પ્રતિકૂળ સ્થિતિમાં ઉદાસીનતા સહજ હોય છે. બહુ ઓછા વિરલા હોય છે, જેમના માટે દરેક સ્થિતિ-પરિસ્થિતિ તરફ સમ્યગ્-ભાવે જોવાના ગુણ હોય છે. પપ્પાજીના જીવનમાં આ વિરલ વ્યક્તિત્વનાં દર્શન થયા વગર ન રહે. લગભગ છ દાયકા સુધી અખંડ, એકનિષ્ઠ, ધ્યેયવાદી જીવન જીવવું, ધ્યેયને અનુરૂપ કાર્યમાં ગળાડૂબ રહેવું અને કાર્યને અનુરૂપ જીવનની નિત્ય-નવી ઊંચાઈઓને પામવાનો અણથક પ્રયાસ કરતા રહેવું એ બાબત એક અનોખી ભાત પાડે છે. સતત પ્રવૃત્તિશીલ વ્યક્તિઓ મળી આવે. પરંતુ એક જ પ્રવૃત્તિ એ જ વૃત્તિથી સાતત્યપૂર્ણ રીતે સતત કરનાર તો જવલ્લે જ મળી આવે. પપ્પાજીનું જીવન આ અર્થમાં ઘણું જ મહત્ત્વનું હતું.

તત્ત્વનિષ્ઠ જીવન સંકટોને કેવી રીતે પાર કરી જાણે છે તે પપ્પાજીના જીવનમાં તરી આવે છે. આફત માનવ-સર્જિત હોય કે આફત કુદરતની અવકૃપાથી હોય, પપ્પાજી દરેક બાબતને ઈશ્ર્વર સારા માટે કરે છે, એવા ભાવથી સ્વીકારી, પુરુષાર્થની પરાકાષ્ઠા કરવાના પક્ષકાર રહેતા. મોરબીમાં મચ્છુની ભયંકર હોનારત હોય કે કચ્છનો ભૂકંપ હોય, કારમો દુષ્કાળ હોય કે વાવાઝોડાનો પ્રકોપ- સંઘની પૂરી શક્તિ માનવતાના કામમાં જરાય પાછીપાની ન કરે તેની ચિંતા તેઓ સતત કરતા.
દૂબળા-પાતળા દેહમાં મક્કમ મન સહુની શક્તિ બની રહ્યું. મહેકની જેમ ચોતરફ પ્રસેરલું જીવન આજેય મઘમઘી રહ્યું છે. કડકડતી ટાઢમાં સૂર્યનું કિરણ વહાલું લાગે, એમ પપ્પાજીનું અસ્તિત્વ હૂંફ આપતું. ઘોર અંધકારમાં ટમટમતા તારલા જેવું જીવન દીવાદાંડી બની રહેતું. પારદર્શન જીવનનું બીજું નામ એટલે પપ્પાજી. તેમનો સ્પર્શ પારસ જેવો હતો. સ્પર્શ-માત્રથી જીવન-ઘડતરની પ્રક્રિયા તેજ થઈ જતી. પારદર્શી પારસ એવા પપ્પાજીને શત-શત નમન….

તત્ત્વનિષ્ઠ જીવન સંકટોને કેવી રીતે પાર કરી જાણે છે તે પપ્પાજીના જીવનમાં તરી આવે છે, આફત માનવ-સર્જિત હોય કે આફત કુદરતની અવકૃપાથી હોય, પપ્પાજી દરેક બાબતને ઈશ્ર્વર સારા માટે કરે છે, એવા ભાવથી સ્વીકારી, પુરુષાર્થની પરાકાષ્ઠા કરવાના પક્ષકાર રહેતા

75 વર્ષની ઉંમરે છેક રાજકોટથી બસમાં આખી રાત પ્રવાસ કરી વલસાડ જિલ્લાના ધરમપુર પહોંચતાં, ત્યાંનાં જંગલોમાં દર મહિને પહોંચવું, વનવાસીઓ વચ્ચે રહેવું, તેમની સમસ્યાઓ સમજવી, તેમની શક્તિ જગાવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા આયોજન કરવું, વ્યવસ્થા ઊભી કરવી, તેના માટે તે ખૂંપી જતાં

દેખાતી અંગ-ઉપાંગોની ઊણપને વિકલાંગ માનવાની ભૂલ ન કરી શકાય. વિકલાંગની સ્થિતિ-પરિસ્થિતિનો પ્રતિસાદ મારા ભીતર ન પડતો હોય તો હાથ, પગ, આંખ, કાન, નાક- બધું સક્ષમ હોવા છતાંય હું વિકલાંગ છું એમ જ માનવું પડે. પ્રત્યેક વ્યક્તિએ પોતાની જાતનું પરીક્ષણ કરવું જોઈએ કે હું પોતે તો અંદરથી વિકલાંગ નથી ને?
પપ્પાજીએ પોતાનાં અંતર-મનનો વ્યાપક વિસ્તાર કર્યો હતો. પરિણામે જ બહેરા-મૂંગા શાળા એમના માટે મંદિર કરતાં પણ વધારે મહત્ત્વની હતી. પપ્પાજીના પારસરૂપ વ્યક્તિત્વનો સીધો પ્રભાવ બહેરા-મૂંગા શાળામાં જોવા મળે. પપ્પાજીની સાધનાની છાયાને કારણે આ બહેરા-મૂંગા શાળામાં કાર્ય કરી રહેલ હરકોઈ જાણે સાધકરૂપ લાગે. તેનું કારણ પપ્પાજીનું પારસરૂપ વ્યક્તિત્વ.

આપણા દેશમાં સ્વસ્થ બાળક અને વિકલાંગ બાળક બંનેને પરીક્ષામાં પાસ થવા માટે સમાન 35 ગુણ અનિવાર્ય હતા. સ્વસ્થ બાળક અને વિકલાંગ બાળકની તુલના જ કેવી રીતે થઈ શકે? કોઈ પણ કામ કરવા માટે સ્વસ્થ બાળક કરતાં વિકલાંગ બાળકને અનેકગણી વધુ જહેમત કરવી પડે, સમય પણ વધુ જાય. વિકલાંગની આ વ્યથાને ક્યારેય કોઈએ દાદ ન આપી. સમગ્ર ભારતમાં ગુજરાતની ભાજપ સરકારે મહત્ત્વપૂર્ણ પહેલ કરી, સ્વસ્થ બાળકને પાસ થવા 35 ગુણ જોઈએ, તો વિકલાંગ બાળક માટે માત્ર 20 ગુણ પૂરતા છે, તેવો વ્યવહારુ નિર્ણય કર્યો. આ નિર્ણયનો પપ્પાજીને જે આનંદ થયો હતો તે અવર્ણનીય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યત્વે સંસ્કાર-પ્રવૃત્તિ છે, પપ્પાજીને મન સંસ્કારની સાથે શિક્ષણને પણ પ્રાથમિકતા મળે તેવી લાગણી હંમેશાં રહેતી. ભારતના ખૂણે-ખૂણે સ્વયંસેવકો દ્વારા વ્યાપક પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિસ્તરેલી છે પરંતુ ગુજરાતમાં તે દિશામાં પ્રયાસ ઓછા થયા હતા. પપ્પાજીએ વનવાસી કલ્યાણના કાર્યની જેમ ગુજરાતમાં શિક્ષણ અને સંસ્કારની સરિતા વહે તે માટે બીડું ઉઠાવ્યું. આ કાર્ય માટેની તેમની ધગશ યુવાનોને પણ શરમાવે તેવી હતી. સંઘ-પરિવારમાં શિક્ષણમાં રૂચિ ધરાવનાર એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેની સાથે પપ્પાજીએ શિક્ષણના વ્યાપ બાબતે ચર્ચા નહીં કરી હોય કે યોજના નહીં વિચારી હોય. અનેક મણકા શોધી-શોધી, એકત્ર કરી, તેમાંથી શિક્ષણપ્રેમીઓની એક માળા ગૂંથવાનો તેમણે સફળ પ્રયાસ કર્યો. સંસ્કાર અને શિક્ષણને વરેલી અનેક શિક્ષણ સંસ્થાઓએ જોતજોતાંમાં આકાર લીધો. ખૂબ જ ટૂંકા ગાળામાં આટલું વિશાળ કાર્ય ઊભું કરવામાં તેમનો ફાળો નાનોસૂનો નહોતો.

વ્યક્તિના જીવનમાં ઉત્સાહ હોય, ઉમંગ હોય, જોગ-સંજોગ હોય, અનુકૂળતા-પ્રતિકૂળતા હોય એ બાબતો સ્વાભાવિક છે. ઘણું કરીને વ્યક્તિના મનગમતા કાર્ય ઉપર પણ તેની સારી-નરસી અસર પડતી જ હોય. અનુકૂળ સ્થિતિમાં ઉમંગ અને પ્રતિકૂળ સ્થિતિમાં ઉદાસીનતા સહજ હોય છે. બહુ ઓછા વિરલા હોય છે, જેમના માટે દરેક સ્થિતિ-પરિસ્થિતિ તરફ સમ્યગ્-ભાવે જોવાના ગુણ હોય છે. પપ્પાજીના જીવનમાં આ વિરલ વ્યક્તિત્વનાં દર્શન થયા વગર ન રહે. લગભગ છ દાયકા સુધી અખંડ, એકનિષ્ઠ, ધ્યેયવાદી જીવન જીવવું, ધ્યેયને અનુરૂપ કાર્યમાં ગળાડૂબ રહેવું અને કાર્યને અનુરૂપ જીવનની નિત્ય-નવી ઊંચાઈઓને પામવાનો અણથક પ્રયાસ કરતા રહેવું એ બાબત એક અનોખી ભાત પાડે છે. સતત પ્રવૃત્તિશીલ વ્યક્તિઓ મળી આવે. પરંતુ એક જ પ્રવૃત્તિ એ જ વૃત્તિથી સાતત્યપૂર્ણ રીતે સતત કરનાર તો જવલ્લે જ મળી આવે. પપ્પાજીનું જીવન આ અર્થમાં ઘણું જ મહત્ત્વનું હતું.

તત્ત્વનિષ્ઠ જીવન સંકટોને કેવી રીતે પાર કરી જાણે છે તે પપ્પાજીના જીવનમાં તરી આવે છે. આફત માનવ-સર્જિત હોય કે આફત કુદરતની અવકૃપાથી હોય, પપ્પાજી દરેક બાબતને ઈશ્ર્વર સારા માટે કરે છે, એવા ભાવથી સ્વીકારી, પુરુષાર્થની પરાકાષ્ઠા કરવાના પક્ષકાર રહેતા. મોરબીમાં મચ્છુની ભયંકર હોનારત હોય કે કચ્છનો ભૂકંપ હોય, કારમો દુષ્કાળ હોય કે વાવાઝોડાનો પ્રકોપ- સંઘની પૂરી શક્તિ માનવતાના કામમાં જરાય પાછીપાની ન કરે તેની ચિંતા તેઓ
સતત કરતા.