છાનાંખૂણે ચાલતી છાંટાપાણીની ખાસ જોગવાઈનું ઉત્તમ ઉદાહરણ !
દૂધ કરતાં દારૂ વધુ વેંચાતો હોવાના બરાડા પાડનાર બ્રિજેશ મેરજાના ભાષણ સમયે જ દારૂડિયો મોજે ચડ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણી નજીક આવતા જ દેશી દારૂની પોટલીઓ ઉલાળતા દારૂડીયાઓને ઈંગ્લીશ દારૂની બોટલો મળી જતી હોય છે અને પછી દિવસ રાત ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ફરતા હોય છે ત્યારે ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની જાહેરસભામાં આવો જ એક દારૂડિયો ફૂલ મોજે ચડી ગયો હતો અને નેતાઓના ભાષણ વખતે જ આળસ ખંખેરી ઉભો થતા એક ખેસ પહેરેલા કાર્યકરે આ વિડીયો શૂટિંગ ન થાય તે માટે આડા આવવા પ્રયાસો કર્યા હતા.
વિધાનસભા ચૂંટણીને કારણે લોકોને ભજીયા, ગાંઠીયા સહિતના નાસ્તા ભોજનની જમાવટ થઈ જતી છે અને કેટલીક જગ્યાએ છાંટાપાણીની જોગવાઈઓ પણ છાંનાખૂણે ચાલતી હોય છે ત્યારે ટંકારાના હડમતીયા ગામે યોજાયેલ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાની જાહેરસભામાં મંચ પાસે જ એક દારૂડીયાએ ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ભાન ગુમાવી દઈ બેસવાને બદલે પીધેલી હાલતમાં સૂતા સૂતા ધ્યાનથી ભાષણ સાંભળ્યું હતું અને બ્રિજેશ મેરજાના ભાષણ સમયે અચાનક જ આળસ મરડી થોથવાતી જીભે આ ડીઝલ એન્જીન દારૂડીયાએ બફાટ ચાલુ કર્યો હતો.
વિડીયો શૂટિંગ ન થાય તે માટે ભાજપ કાર્યકરના પ્રયાસ!
- Advertisement -
મજાની વાત તો એ છે કે, આ કમ્પલિટ થયેલી ગાડી જ્યાં લાંબી થઈને પડી હતી ત્યાં જ ભાજપનાં ખેસ ધારણ કરીને બેઠેલા અગ્રણીઓ અને કાર્યકરોએ બેવડાને હટાવવાની કોશિશ પણ કરી ન હતી જો કે આ શરાબીનો વિડીયો ઉતરવાનું શરુ થતાં જ ભાજપનો એક કાર્યકર સતત દારૂડિયાનો વિડીયો ન ઉતરે તે માટે કેમરા આડા આવવા માટે સ્માર્ટ પ્રયાસો કરતો હતો પરંતુ અંતે ભાજપની જાહેર સભામાં કમ્પ્લીટ થયેલી ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
ભાજપ ઉમેદવારની સભાનો ‘દુર્લભ’ વિડીયો જોવા અહીં ક્લિક કરો…