મોરબી રોડ અને વાવડી વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પંચવટી ટાવર, અતિથિ ચોક, પંચવટી પાસે આવેલ રૂપાલી પાર્લરમાં પેઢીની તપાસ કરતા પેઢીના ફ્રિઝમાં સંગ્રહ કરેલ તથા ડિસ્પ્લેમાં વેચાણમાં રાખેલા વિવિધ નમકીનના પેકેટ, કોલ્ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટસ, ફરસાણ, આઇસક્રીમ વગેરે જેવી પેક્ડ ખાદ્યચીજો લાંબા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગયેલ માલૂમ પડયા હતા. તમામ એક્સપાયરી થયેલ ખાદ્યચીજો મળીને અંદાજિત કુલ-16 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલી હતી. ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સેટેલાઈટ-ચોક-મોરબી રોડ તથા વાવડી-50 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 42 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં 21 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કસીસ ગરમા-ગરમ કચ્છી દાબેલી, મહાદેવ દાળપકવાન, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રી હરી ફાર્મસી, જય સરદાર સુપર માર્કેટ, જય ખોડિયાર ડેરી ફાર્મ, પટેલ પ્રોવિઝન સ્ટોર, તુલસી કિરાણા ભંડાર, પ્રગતિ ચાઇનીઝ પંજાબી, એપલ ક્રીમ પાર્લર, ચામુંડા ફરસાણ, શ્રીજી એજન્સી, ધ સોડા પફ, શ્રી દેવ પાણીપુરી, ખોડિયાર ડેરી ફાર્મ, મોવિયા આઇસક્રીમ, પટેલ પ્રોવિઝન સ્ટોર, પટેલ દાબેલી, યોગી જનરલ સ્ટોર, જય સરદાર પાન કોલ્ડ્રિંક્સ, દેવમ ખમણ સહિતના તમામને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા શ્રીરાધે સ્પે. માવા કેન્ડી, જય અંબે ચિલ્ડ પોઈન્ટ, શિવ ફૂડ, માહિ ફરસાણ, કૃષ્ણમ ડેરી ફાર્મ, મિલન ખમણ, કેક એન જોય, રંગોલી બેકરી, શ્રીજી બેકરી, પટેલ મેડિસિન, સાગર સરબતવાલા, આઈ બોલ્સ આઇસક્રીમ, બ્રહ્માણી ડેરી, મધુરમ પ્રોવિઝન સ્ટોર, શિવ પ્રોવિઝન સ્ટોર, બેક એન ટેક, શ્રીનાથજી ફરસાણ, મહાવીર કોલ્ડ્રિંક્સ, શિવ મેડિકેર, દ્વારકેશ ડેરી ફાર્મ, કોલ્ડ હાઉસની ચકાસણી કરવામા આવી હતી અને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 5 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં નાગબાઈ ડેરી ફાર્મ, શ્રી ન્યુ કૈલાશ ડેરી ફાર્મ, વિશાલ ડેરી ફાર્મ, ધારેશ્ર્વર ડેરી ફાર્મ, ડી-માર્ટ સ્ટોરમાંથી કુલ પાંચ નમૂના લેવામાં આવ્યા હતા.