અપૂરતા ઘાસચારા, પાણીના લીધે મોત થયાનો કોંગ્રેસનો આક્ષેપ, ઋજક તપાસ કરવા માંગ, શહેરમાં નંદીઓ છોડી મૂકવાની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
મોરબી શહેરના નંદીઘરમાં એકસાથે 9 જેટલા નંદીના પીડાદાયક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તુરંત સ્થળ પર દોડી ગયા હતા. તેમણે નંદીના કરુણ મોત મામલે તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી તટસ્થ તપાસની માંગ કરી છે અને જો આગામી દિવસોમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તમામ નંદીઓને શહેરમાં ખુલ્લા છોડી મૂકવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નંદીઘરમાં પૂરતા પ્રમાણમાં લીલો-સૂકો ઘાસચારો અને પીવાનું શુદ્ધ પાણી મળતું ન હોવાના કારણે આ અબોલ જીવોના મોત નીપજ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત હોય, નંદીના મૃત્યુ મામલે તાત્કાલિક અસરથી ઋજક રિપોર્ટ કરાવીને મોતનું સાચું કારણ સામે લાવવું જોઈએ અને આ પાપમાં જે પણ અધિકારી કે એજન્સી દોષિત હોય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો નંદીઓ માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા વહેલી તકે નહીં કરાય, તો કોંગ્રેસ દ્વારા નંદીઘરના તમામ નંદીઓને મુક્ત કરી શહેરમાં છોડી મૂકવામાં આવશે.
બીજી તરફ આ ગંભીર મામલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ખાસ અગઈઉ શાખાની રચના કરવામાં આવી છે. વર્ષ 2025માં કોર્પોરેશન દ્વારા 2000થી વધુ નંદી અને ગાયોને પકડીને અલગ-અલગ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આશ્રય અપાયો હતો, જે બાદમાં અનેક ગૌશાળાઓએ નંદી સ્વીકારવાની ના પાડી દીધી હતી. હાલ આ નંદીઘરનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને તેની સંપૂર્ણ વ્યવસ્થા ‘પશુબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સંભાળવામાં આવી રહી છે. હાલ પૂરતું નંદીઓના મોતનું સાચું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરાવ્યા બાદ જો સંચાલક એજન્સી દોષિત જણાશે તો તેની સામે કડક કાયદાકીય એક્શન લેવામાં આવશે.
તપાસ કરી યોગ્ય પગલાં ભરાશે: ડેપ્યુટી કમિશ્નર સંજય સોની