રામનાથ સેવક મંડળ દ્વારા આયોજન, ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે ગણેશોત્સવને સફળ બનાવવા સભ્યોની જહેમત
રાજકોટના રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમ વખત રામનાથ સેવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને ઉત્સવસભર માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર યોજાઈ રહેલા આ મહોત્સવને લઈને આયોજકો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલા રામનાથ સેવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન ધાર્મિક ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ગણપતિ દાદાની સ્થાપના બાદ સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું છે અને દર્શન-પૂજન માટે ભાવિકો ઉમટી રહ્યા છે. ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે રામનાથ સેવક મંડળના સભ્યો દ્વારા આયોજનથી લઈને વ્યવસ્થા સુધીની વિવિધ જવાબદારીઓ સંભાળવામાં આવી રહી છે. મહોત્સવ દરમિયાન આવનારા ભાવિકોને કોઈ અગવડ ન પડે તેમજ સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે યોજાય તે માટે મંડળના સભ્યો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
આ આયોજનમાં કાળુભાઇ ઓડ, અમિતભાઇ રાઠોડ (એમએમ), નિરવભાઇ ભરવાડ, દિલીપભાઇ, કાનાભાઇ, મહેશભાઇ જોષી, જગદિશભાઇ ભટ્ટી, રાહુલભાઇ, જતીનભાઇ મહેતા, બંટીભાઇ અને ગઢવીભાઇ સહિત રામનાથ સેવક મંડળના સભ્યો સક્રિય રીતે જોડાઈને મહોત્સવને સફળ બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. પ્રથમ વખત યોજાઈ રહેલા આ ગણપતિ મહોત્સવને લઈને રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ધાર્મિક એકતા, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. રામનાથ સેવક મંડળના સભ્યોની મહેનત અને સહકારથી ગણપતિ મહોત્સવને યાદગાર બનાવવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.




