ભૂદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજાનું સંસ્થા દ્વારા 16માં વર્ષે ડો યાજ્ઞિક રોડ જાગનાથ પોલીસ ચોકી પાસે દસ્તુર માર્ગ ખાતે વિશાલ પંડાલમાં મુંબઈના લાલ બાગ કા રાજાની ઝાંખી કરાવતી ઇકો ફેન્ડલી (માટીની)9 ફૂટની મૂર્તિનું શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી અને શાસ્ત્રી શ્રી ગોપાલભાઈ જાની દવારા વૈદિક મંત્રોચારથી દુંદાળા દેવ નું મમ દિવસ ના ગણેશ મહોત્સ્વનું જાજરમાન સ્થાપન કરવામાં આવ્યું છે.
ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મયુવા અગ્રણી અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસભાઈ ત્રિવેદી વધુમાં જણાવે છે કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજકોટ કા મહારાજા ની પ્રથમ મહાઆરતી ભારદ્વાજ પરિવાર અને બ્રહ્મસમાજ ના અલગ અલગ તડગોળના પ્રમુખો હસ્તે કરવામાં આવી હતી. દુંદાળા દેવની પ્રથમ દિવસની આરતીમાં અલ્કાબેન અભય ભારદ્વાજ, પ્રદેશ ભાજપ અગ્રણી અને બ્રહ્મસમાજના માર્ગદર્શક નીતિન ભારદ્વાજ તેમના ધર્મ પત્ની વંદનાબેન ભારદ્વાજ, એડવોકેટ અંશભાઈ અભય ભારદ્વાજ, ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ શ્રી કમલેશભાઈ જોશી, મહેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ, પરાગ ભટ્ટ મહામંત્રી શ્રી,હેર્ષદભાઈ વ્યાસ સહમંત્રી સહિતના રાજકીય મહાનુભાવો દુંદાળા દેવના આશિર્વાદ લેવા પધાર્યા હતાં.
- Advertisement -
રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને બ્રહ્મા યુવા અગ્રણી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષિણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિના મુખ્ય હોદ્દેદારો તેમજ મહિલા પાંખ, યુવા પાંખ અને બ્રહ્મસમાજના યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે.