10 દિવસીય ગણપતિ મહોત્સવમાં રોજ વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો: લાઇવ પ્રસારણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવા રાજકોટના વિસ્તારોમાં સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે વિવિધ સફળ પાટીદાર ઉદ્યોગપતિઓના નેજા હેઠળ ઊંઙજ કલબ કાર્યરત છે. ઊંઙજ કલબ દ્રારા ગત વર્ષની માફક આ વર્ષે પણ ઉમા કા લાલ ’સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતિ મહોત્સવનું તા. 7 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન જાજરમાન આયોજન કરાયુ છે.
સમગ્ર રાજકોટ શહેર ’દુંદાળા દેવ’ ની આરાધના માટે થનગની રહ્યું છે. વિવિધ સ્થળે ગણપતિ મહોત્સવના ભવ્યાતિભવ્ય આયોજન થઈ રહયા છે. ત્યારે નવા રાજકોટના વિકસીત વિસ્તાર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં ઊંઙજ કલબ દ્રારા આ વર્ષે ભવ્યાતી ભવ્ય ઉમા કા લાલ ’સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતી મહોત્સવનો તા. છ ને શનિવારે ભવ્ય શોભાયાત્રા દ્વારા ગણપતી સ્થાપન કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે ઉમિયા માતાજી મંદિર ઉંઝાના ઉપપ્રમુખ ઉષાબેન હાંસલીયા, સંગઠન સમીતી રાજકોટના પ્રમુખ કાંતીભાઈ ઘેટીયા, વડાલીયા ગ્રુપના જીવનભાઈ વડાલીયા, સાધનાબેન વડાલીયા, મીત વડાલીયા, સંસ્કૃતિ ગ્રુપના ઋષિત ગોવાણી, રોમી કણસાગરા, ચંદુભાઈ ગોવાણી, ઝેન ગાર્ડન ગ્રુપના સમીર હાંસલીયા, અમીત પટેલ, જીત સાપરીયા, પીનલ ખાનપરા, નકુલ ગામી ઉમેશભાઈ હાંસલીયા ડો. કાનાણી સાહેબે ઉપસ્થિત રહી વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો લીધો હતો. 10 દિવસસીય ઉમા કા લાલ ’સ્પીડવેલ ચોક કા રાજા ઊંઙજ ગણપતી મહોત્સવમાં શનિવારે બાળકો માટે કલર કોમ્પીટીશન યોજાય હતી. જેમાં વિજેતા બાળકોને ઊંઙજના હોદેદારો દ્રારા ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
સ્પીડવેલ ચોક ખાતે નવી રીતે નવા આયામ સાથે ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવના જાજરમાન આયોજનને સફળ બનાવવા ઊંઙજ કલબના પાટીદારોના યુવાનો સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે ખડા પગે કાર્યરત છે. તા. 8 ને રવિવારના રોજ સ્પીડવેલ ચોક કા રાજા છ.ક ગણપતી મહોત્સવમાં સાંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ઉદ્યોગપતી શિવલાલભાઈ આદ્રોજા, સમીરભાઈ ગામી, ઓધવજીભાઈ ભોરણીયા, પીજીવીસસીએલ એજયુકેટીવ એન્જી. શ્રી એમ.આર.માકડીયા સહીતના રાજકીય સામાજીક મહાનુભાવો સહીત ગણપતી મહોત્સવાના મેઇન સ્પોન્સર ધ પાર્ક ગ્રુપના મહેન્દ્રભાઈ રાણીંગા, ભરતભાઈ સેરસીયા, શૈલેષભાઈ સેરસીયા, સંદીપભાઈ અમૃતીયા, જયસુખકુમાર ભલાણી, વૈભવભાઈ પાઘડાર, હસમુખભાઈ ફેફર, પરેશભાઈ ભાલોડીયા, કિશોરભાઈ ખાંટ, રાજુભાઈ વાછાણી, પરેશભાઈ બેરા, મહેશભાઈ વેકીરયા સહીતના ઉદ્યોગપતીઓ આગેવાનો એ આરતીનો લ્હાવો લીધો હતો. રવિવારે સાંજે ગુણવંત ચુડાસમા, સંદીપ પ્રજાપતી, ઉર્વશી પંડયા સહીતના લોક સાહીત્યકારોનો હસાયરો તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાયો હતો. આ ભવ્ય લોક ડાયરાના મેઇન સ્પોન્સર તરીકે ભૌતિકભાઈ માકડીયા પરિવાર તથા મનીષભાઈ ભાણવડીયા શિવગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉમા કા લાલ ઊંઙજ ગણપતી મહોત્સવના આગામી દિવસોમાં તા. 9 ને સોમવારે બાળકો માટે વેશભૂષા સ્પર્ધા, તા. 10 ના રોજ બટુકભાઈ કોલકી વાળાનું કાનગોપી મંડળ, તા. 11 ના રોજ બહેનો માટે રાસ ગરબા સ્પર્ધા, તા. 12 ના રોજ રાજુભાઈ આહીરનો લોક સાહીત્ય કાર્યક્રમ, તા. 13 ના રોજ હકાભા ગઢવી નો હાસ્ય દરબાર, તા. 14 ના રોજ આસિફ જેરસયા પંકજ શેઠ દ્રારા પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખી, તા. 15 ના રોજ બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ-રંગોલી સ્પર્ધા, તા.16 ના રોજ અંતિમ દિવસે ગણપતી મહોત્સવના સમાપન સાથે વિધ્ય વિનાયકનો વિસર્જન કાર્યક્રમ યોજાશે.