ભક્તિનગર સર્કલ પાસે આવેલા રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલમાં દરરોજ 3:30થી 7:30 કથા યોજાશે
ભાગવતાચાર્ય ડો. અનિલ મહેતા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને જ્ઞાનરૂપી ગંગાનું રસપાન કરાવશે
- Advertisement -
નંદોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવો ધામધૂમથી ઉજવાશે; મહાદેવ સિંગર ગ્રુપ દ્વારા દરરોજ રાસની રમઝટ બોલશે
દરરોજ રાત્રે 8 કલાકે તમામ હરિભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા પૂજ્ય રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ, ભક્તિનગર સર્કલ નજીક આગામી સોમવારથી ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. સહેલી લેડીઝ ક્લબ આયોજિત અને વૃંદાવન ધામ ના આંગણે પુરુષોત્તમ માસ નિમિત્તે સર્વે પિતૃઓના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિય સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથાનો પ્રારંભ અધિક જેઠ સુદ-10, સોમવાર તા. 25-05-2026 ના રોજ થશે અને વિરામ રવિવાર તા. 31-05-2026 ના રોજ થશે. કથાનો સમય દરરોજ બપોરે 3:30 થી 7:30 કલાકનો (તેમજ સવારે 1 થી 12 વાગ્યા સુધીનો) રહેશે. આ ધાર્મિક મહોત્સવમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય અને શ્રી આણદાબાવા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી ડો. અનિલભાઈ ઓ. મહેતા વ્યાસપીઠ પરથી જ્ઞાનરૂપી ગંગાનું શ્રોતાઓને રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ રાત્રે 8:00 કલાકે તમામ હરિભક્તો માટે ભોજન પ્રસાદ (મહાપ્રસાદ) ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ દિવ્ય પ્રસંગો ધામધૂમથી ઉજવાશે, જેમાં પ્રથમ દિવસે સોમવારે બપોરે 2-30 કલાકે ભવ્ય પોથી યાત્રા નીકળશે. મંગળવારે સાંજે 6-00 કલાકે શ્રી કપિલ પ્રાગટ્ય અને રાત્રે 8-30 થી 11 કલાકે સિંગર હરીતા ચંદારાણાના કંઠે શ્રીનાથજીની ઝાંખી યોજાશે. બુધવારે સાંજે 6-30 કલાકે શ્રી નૃસિંહ પ્રાગટ્ય, ગુરુવારે સાંજે 5-00 કલાકે વામન પ્રાગટ્ય, સાંજે 6-00 કલાકે શ્રી રામ પ્રાગટ્ય અને સાંજે 7-00 કલાકે નંદોત્સવ (શ્રી કૃષ્ણ પ્રાગટ્ય) ની ધામધૂમથી ઉજવણી કરાશે. શુક્રવારે સાંજે 6-00 કલાકે ગોવર્ધનલીલા/રાસલીલા, શનિવારે સાંજે 5-30 કલાકે રૂક્ષ્મણી વિવાહ તેમજ રવિવારે સવારે 11-00 કલાકે સુદામા ચરિત્રના પ્રસંગો ભાવિકોને ભાવવિભોર કરશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8-30 થી 10-30 કલાકે મહાદેવ સીંગર ગ્રુપ દ્વારા ટ્રેડિશનલ દાંડિયા રાસ અને ફિલ્મી ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
આ ભવ્ય મહોત્સવમાં પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ (શ્રી આણદાબાવા સેવા સંસ્થા, જામનગર) તથા પૂજ્ય જોષીબાપા (હરીઓમ વૃદ્ધાશ્રમ, જેતપુર) ના દિવ્ય આશીર્વાદ અને પાવન ઉપસ્થિતિ રહેશે. આ સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અંજલીબેન રૂપાણી સહિતના માનવંતા મહેમાનો પણ હાજરી આપશે. કથાના મુખ્ય યજમાન તરીકે સ્વ. જયસુખભાઈ ગોપાલદાસ રાજાણી પરિવાર, સ્વ. પુષ્પાબેન હરીદાસ દત્તાણી પરિવાર, સ્વ. અતુલભાઈ ગોપાલભાઈ સામાણી પરિવાર તેમજ સ્વ. મનીષભાઈ રવિન્દ્રભાઈ જોષી પરિવાર સેવા આપી રહ્યા છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતાબેન દતાણી, બ્રહ્મસમાજના અગ્રણી જયશ્રીબેન જોષી, મનિષાબેન પારેખ અને ભાજપ મીડિયા ઇન્ચાર્જ નીનાબેન વજીર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉત્સવોની વિગતવાર માહિતી
પોથી યાત્રા: તા. 25-05-2026, સોમવાર બપોરે 2-30 કલાકે
શ્રીનાથજીની ઝાંખી: તા. 26- 05-2026, મંગળવાર રાત્રે 8-30 થી 11
શ્રી કપિલ પ્રાગટ્ય: તા. 26-05-2026, મંગળવાર સાંજે 6-00 કલાકે
શ્રી નૃસિંહ પ્રાગટ્ય: તા. 27-05-2026, બુધવાર સાંજે 6-30 કલાકે
શ્રી વામન પ્રાગટ્ય- શ્રી રામ પ્રાગટ્ય: તા. 28-05-2026, ગુરુવાર સાંજે
શ્રી કૃષ્ણ પ્રાગટ્ય (નંદોત્સવ): તા. 28-05-2026, ગુરુવાર સાંજે 7-00 કલાકે
શ્રી ગોવર્ધનલીલા/રાસલીલા: તા. 29-05-2026, શુક્રવાર સાંજે 6-00 કલાકે
શ્રી રૂક્ષ્મણી વિવાહ: તા. 30-05-2026, શનિવાર સાંજે 5-30 કલાકે
શ્રી સુદામા ચરિત્ર: તા. 31-05-2026, રવિવાર બપોરે 11-00 કલાકે
રાસની રમઝટ: દરરોજ રાત્રે 8:30 થી 10:30 કલાકે મહાદેવ સીંગર ગ્રુપ દ્વારા દાંડિયા રાસ



