કોલેજના છાત્રો શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસની રમઝટ બોલાવશે
રાજકોટ તા. ૨૭ ઓક્ટોબર – રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા આઝાદી કે અમૃત મહોત્સવ નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી ” અન્વયે તા. ૩૧ ઓક્ટોબરના રોજ સાંજે ૪:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા યુવા વિકાસ અધિકારીની ધર્મેન્દ્રસિંહ વાઘેલાની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -



