કગથરા જાય છે, કગથરાને કાઢો: દેથરિયા આવે છે, દેથરિયાને આવકારો…

 ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસ કોઈ કાળે ન જોઈએ, અરાજકતાવાદી આમ આદમી પણ ન જોઈએ, વિકાસનું સર્જક ભાજપ જ જોઈએ

ટંકારા-પડધરીનાં ધરતીપુત્રોથી લઈ ઉદ્યોગકારો ભાજપ ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરિયાને ભવ્યાતિભવ્ય વિજય અપાવશે

ખાસ-ખબર સંવાદદાતા
જો ખેડૂત સમૃદ્ધ તો ગામડા સમૃદ્ધ અને ગામડા સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. ભારતની પ્રગતિમાં ગુજરાતના ખેડૂતો અને ગામડાઓની ચાવીરૂપ ભૂમિકા છે. ખેડૂતો પગભર થશે તો દેશ વધુ મજબૂત અને આત્મનિર્ભર બનશે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સહિતની ગ્રામ્ય પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓનો મક્કમતાથી અમલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની ગામડાઓને ભાંગવાની પરંપરાને ભાજપ સરકારએ ભૂતકાળ બનાવી સર્વગ્રાહી વિકાસની કેડી કંડારી છે. ડેરી, પશુપાલન, ખેતી, વિજળી, પરિવહન સહિતના માળખાનો ઝડપભેર વિકાસ ભાજપને ફરી ગુજરાતના સેવક તરીકે પસંદ કરશે એવો વિશ્વાસ ટંકારા-પડધરી બેઠક પરથી ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા વ્યક્ત કરી રહ્યા છે. ટંકારા-પડધરી વિધાનસભા-66 પંથકના ગામડાઓમાં ભાજપના લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને લોકસંપર્કમાં લોકો સ્વયંભૂ ઉમટી પડતા હાલ આ બેઠક પર કમળ તરફી માહોલ જામી ગયો છે. ટંકારા-પડધરીના ધરતીપુત્રોથી લઈ ઉદ્યોગકારો ભાજપ ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથારીયાને ભવ્યાતિભવ્ય વિજય અપાવશે એવું જણાય રહ્યું છે.

પાટીદારોથી લઈ સર્વે સમાજ વિજયનો કળશ ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ પર ઢોળશે
ટંકારા-પડધરી બેઠક પર પાટીદાર આગેવાન દુર્લભજીભાઈ દેથરિયા સાથે પાટીદાર મતદારોનો ભારે દબદબો છે. અહીં કુલ 2.49 લાખ મતદારોમાંથી 1.40 લાખ જેટલા પાટીદાર મતદારો છે જેમાં 90000 કડવા પાટીદાર અને 50000 લેઉવા પાટીદાર મતદારો છે તે ઉપરાંત અનુ.જાતીના 20000 ક્ષત્રીય અને મુસ્લિમ સમાજના 15-15 હજાર મતદારો ચૂંટણી જંગમાં નિર્ણાયક છે. 1 ડિસેમ્બરે પાટીદારોથી લઈ સર્વે સમાજ વિજયનો કળશ ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા પર ઢોળી કોંગ્રેસને જાકારો આપશે અને ભાજપને લાવશે રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.

કગથરા જાય છે, કગથરાને કાઢો…
દેથરિયા આવે છે, દેથરિયાને આવકારો..ના નારા સર્વત્ર ગુંજી રહ્યા છે. કારણ કે, ટંકારા-પડધરી વિસ્તારમાં ડેરી, પશુપાલન, ખેતી, સિંચાઇ, ઉપજ સંગ્રહ અને વેચાણ, પરિવહન, તાલીમ, ખેતજમીન રક્ષણ, વિજળી, આદ્યોગિક સહિતની અનેક યોજનાઓ અને સુવિધાઓ કેન્દ્ર અને ભાજપની ડબલ એન્જીનવાળી ભાજપ સરકાર આપવા મક્કમ છે, ધરતીપુત્રો સાથે અડીખમ ઉભી છે. આ વિસ્તારમાં ખેડૂતોની ખેતીની સફળતા વધે, અહીંના ઉદ્યોગો વિકાસે, ધંધા-રોજગાર સાથે રોજગારી પણ વધે તેમજ ગામડાઓમા જીવન ધોરણ ઉંચા આવે અંને ગામડાઓ ભાંગે નહીં પરંતુ વધુ સમૃદ્ધ બને તે માટે ભરોસાની ભાજપ સરકારના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને જીતાડવાની તૈયારીઓ ટંકારા-પડધરીવાસીઓ કરી રહ્યા છે. ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા બની જતા અહીં વિકાસના દ્વાર ઉઘડી જશે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસ કોઈ કાળે ન જોઈએ, અરાજકતાવાદી આમ આદમી પણ ન જોઈએ એવી ચર્ચા સર્વત્ર થઈ રહી છે. દુર્લભજીભાઈ દેથરિયાએ પણ તેમના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન અનેક વિધ લાભ મેળવતા ખેડૂતો તેમજ ગ્રામજનોને હજુય પ્રગતિ તરફ લઇ જવાની ભાજપની કટીબદ્ધતા જણાવતા કહ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે પૂરતી માત્રામાં અને સમયસર ખાતર ફાળવવા તેમજ અનાજ-કઠોળની ટેકાના ભાવે ખરીદીમાં સહયોગ કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા નવીન સંશોધન અને આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરી શકે તેવા નેનો યુરીયાના પ્રમોશન માટે તેમજ ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ માટેના નિદર્શનો માટે કરેલ રૂ. 35 કરોડની જોગવાઈ અંગે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં. 1 ડિસેમ્બરના રોજ સમગ્ર ટંકારા-પડધરીના તમામ મતદારો કમળના નિશાનવાળું બટન દબાવીને વિકાસના સર્જક ભાજપને વિક્રમજનક અપાવે.

1 ડિસેમ્બરે ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને મત એટલે ટંકારા-પડધરીના વિકાસને મત

અડધી રાત્રે પણ ફોન કરજો, હાજર થઈ જઈશ: 108 જેવું કામ, દુલાબાપા એનું નામ

ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા-પડધરી એટલે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની પવિત્ર ભૂમિ. આ મતવિસ્તાર સાથે કેશુભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલથી લઈ મોહનભાઈ કુંડારિયા જેવા જનપ્રતિનિધિઓનું નામ પણ જોડાયેલું છે. અનેક દૃષ્ટિએ આ આખાય પંથકનું અનેરું મહત્વ છે ત્યારે દયાનંદ સરસ્વતીથી લઈ કેશુભાઈ પટેલની ભૂમિને ધાર્મિક, આધ્યાત્મિક અને રાજકીય ઊંચાઈ પર પહોંચાડવાનું દુર્લભજીભાઈ દેથરિયાનું સપનું છે. ભાજપ ઉમેદવાર તરીકે દુર્લભજીભાઈ દેથરિયા ટંકારા-પડધરીના ધારાસભ્ય બનતા ફરી એકવાર આ વિસ્તારના વિકાસને વેગ મળશે એટલું જ નહીં, સાથોસાથ કોંગ્રેસ – લલિત કગથરા નામની પનોતીમાંથી ટંકારા-પડધરીનો પંથક કાયમીપણે મુક્ત થશે.
વિધાનસભા-66 મતવિસ્તારમાં આવતા ટંકારા-પડધરીના વિસ્તારનો પર્યટન સ્થળ અને યાત્રાધામ તરીકે સર્વાંગી વિકાસ કરવાની તેમજ અહીંના એકપણ વ્યક્તિને અડધી રાત્રે પણ કામ પડે તો હાજર રહેવાની તૈયારી ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાએ દર્શાવી છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે દુર્લભજીભાઈ ટંકારા-પડધરીની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, વિધાનસભા-66 મતવિસ્તારમાંમાં ખૂણે ખૂણે જઈને આટલી મોટી યાત્રા કરવાનો અને લોકોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. આ યાત્રામાં મને પ્રજાનો એવો પ્રેમ મળ્યો છે, જે મને 40 વર્ષના સાર્વજનિક જીવનમાં પણ નથી મળ્યો. આ પ્રેમ અને લાગણી થકી જ હું મારો સંપૂર્ણ સમય ટંકારા-પડધરીના વિકાસ માટે ફાળવીશ.
કોંગ્રેસે કુટુંબો અને ગામડાંઓ તોડીને ભાજપ જોડો યાત્રા કાઢી છે, આમ આદમી પાર્ટી હિંદુ ધર્મ વિરોધી છે અને હવે હિંદુઓના મત માગવા નીકળી છે. વિપક્ષ મફતની રેવડી વેચી રહ્યું છે. કોંગ્રેસ-આપને ફક્ત શહેરોમાં જ રસ છે, તેઓ વિરોધ, વિવાદ અને વિખવાદ કરતા રહે છે. ક્યારેય ગામડાઓમાં ડોકાતા પણ નથી. એકમાત્ર ભાજપ વિકાસના એજન્ડા સાથે આગળ વધે છે. નાના નગરો અને ગામડાંઓના વિકાસને પ્રથમ પ્રાધાન્ય આપે છે. ભાજપ ખેડૂતોથી લઈ ઉદ્યોગકારો માટે વિચારે છે. ભાજપે ગુજરાતને આપેલી સૌથી મોટી ભેટ એઇમ્સ આ ટંકારા-પડધરી વિસ્તારને મળી છે. પાણી, વીજળી આપણા ખેતર, કારનાખાથી લઈ ઘર-ઘર સુધી પહોંચ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન ભાજપ સરકારે શું નથી આપ્યું? હવે જનતાએ તેમનો કિંમતી અને અમૂલ્ય મત ભરોસાની ભાજપને સરકારને આપવાનો છે.
દુર્લભજીભાઈ દેથરિયા જનતાને જણાવી રહ્યા છે કે, ભાજપની જીત મારી-તમારી આપણા ટંકારા-પડધરીના એક એક નાગરિક સાથે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. મેં મારું આખું જીવન મોરબી જિલ્લાના લાખો લોકોના વિકાસ માટે સમર્પિત કર્યું છે. મને હંમેશા તમારા આશીર્વાદ મળ્યા છે. મને વિશ્વાસ છે કે, આ ચૂંટણીમાં પણ તમે ભાજપને મત આપીને તમારા આશીર્વાદ મને આપશો. 1 ડિસેમ્બરના રોજ કમળના નિશાનવાળું બટન દબાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની રાષ્ટ્રવાદી, હિન્દુ હિતરક્ષક, ખેડૂતો, મહિલા, યુવાનોની શાંતિ સલામતી, સ્વાસ્થ્ય, સુખાકારીની દરકાર લેતી ભરોસાની ભાજપ સરકારને જીત અપાવશો.