– નવુ સાધન ખરીદવા પર ગ્રાહકે અલગ અલગ ચાર્જર નહિં ખરીદવા પડે
લેપટોપ, મોબાઈલ અને નોટબુક જેવા સાધનો હવે એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશો તેના માટે યુએસબી ટાઈપ-સી ચાર્જરને પ્રમાણીત (સ્ટાર્ન્ડડ) બનાવવામાં આવ્યું છે. ગ્રાહક મામલાના મંત્રાલય સોમવારે જણાવ્યું હતું કે યુએસબી ટાઈપ સી ચાર્જર સહીત ડિઝીટલ ટીવી રીસીવર અને વિડીયો દેખરેખ સિસ્ટમ માટે પણ ગુણવતા માપદંડ જાહેર કર્યા છે.
- Advertisement -
મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય ધોરણ યુએસબી ટાઈપ-સી ચાર્જર માટે છે. તેમાં પ્લગ અને કેબલ સામેલ છે તેના માટે હાલના વૈશ્વીક ધોરણોને અપનાવવામાં આવ્યા છે. આ ધોરણ વિભીન્ન ઈલેકટ્રોનિકસ ઉપકરણોમાં ઉપયોગ થતાં યુએસબી ટાઈપ-સી પોર્ટ, પ્લગ અને કેબલને લઈને માપદંડ પ્રદાન કરે છે. આ સ્માર્ટ ફોન અને અન્ય ઈલેકટ્રોનિકસ ઉપકરણો માટે સંયુકત ચાર્જીંગ આપનાર ચાર્જર માટે છે.
આથી દરેક ગ્રાહક દીઠ ચાર્જરની સંખ્યામાં ઘટાડો થશે. કારણ કે ગ્રાહકોને દર વખતે નવુ સાધન ખરીદતી વખતે અલગ અલગ ચાર્જર ખરીદવાની જરૂરત નહિં પડે.આથી ઈ-કચરાને ઘટાડવા અને સતત વિકાસ તરફ વધવાના કેન્દ્રનાં લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.
ડિઝીટલ ટીવી રીસીવર
મંત્રાલયે જણાવ્યું હતું કે બીજુ ભારતીય સ્ટાર્ન્ડડ સેટેલાઈટ ટયુનર સાથે ડિઝીટલ ટેલિવિઝન રીસીવર માટે છે. આ સ્ટાર્ન્ડડ (ધોરણ) અંતર્ગત એલએનબી (લો નોઈઝ બ્લોક ડાઉન ક્ધવર્ટર) યુકત ડીશ એન્ટીનાની સાથે ફ્રી-ટુ એર અર્થાત મફતમાં ઉપલબ્ધ ટીવી અને રેડીયો ચેનલ ગ્રાહકોને ઉપલબ્ધ કરી શકાશે.
- Advertisement -
વિડીયો દેખરેખ સીસ્ટમ
ત્રીજુ સ્ટાર્ન્ડડ વિડીયો દેખરેખ પ્રણાલી (બીએસએસ) માટે છે. જે અંતર્ગત વીએસએચ સાથે સંબધ્ધ બધા પાસાઓ માટે સ્ટાર્ન્ડડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં કેમરા ઉપકરણો, ઈન્ટરનેટ, સીસ્ટમની જરૂરતો અને કેમેરા ઉપકરણોની છબી, ગુણવતા વગેરે સામેલ છે.