ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની જુદી-જુદી પદ્ધતિઓનો તાગ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢના જામકા ખાતે છેલ્લા 20 વર્ષથી કાર્યરત ગીર ગોપી ગૌસંવર્ધન ટ્રસ્ટ અને ગીર ગોપી ફાર્મની મુલાકાતે તાજેતરમાં આખા દેશમાંથી 11 રાજ્યના નાબાર્ડના રીજનલ ઓફીસર તેમજ 11 એજન્સીઓ સાથે જર્મન લેડી આવ્યા હતા અને ગીર ગોપી ગૌસંવર્ધન ટ્રસ્ટમાં જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરવામાં આવે છે. તેના અભ્યાસ માટે આવ્યા હતા.
- Advertisement -
આ અંગે વધુ માહિતી આપતાં પરસોતમભાઈ સીદપરાએ જણાવ્યું હતું કે ગીર ગોપી ગૌસંવર્ધન ટ્રસ્ટ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ગૌપાલન, વોટર હાર્વેસ્ટિંગ, પ્રાકૃતિક ખેતીના જુદા જુદા પ્રયોગો, જીવામૃત પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશેની નાબાર્ડના ઓફીસરો અને 11 એજન્સીઓએ અભ્યાસ કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ સાથે ગૌ-ધરામૃત પ્લાન્ટના ફાયદાઓ શું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આમ ભારત સરકારએ જીવા પ્રોજેક્ટ કે જે પ્રાકૃતિ ખેતી પર આધારિત છે તે અન્વયે નાબાર્ડના ઓફીસરો જામકા ખાતે મુલાકાતે આવ્યા હતા.